Surendranagar News/ સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

સુરેન્દ્રનગરમાં લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે. કટારિયા ચેકપોસ્ટ પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. તેના કારણે કારચાલકનું મોત થયું હતું.

Top Stories Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરમાં લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે. કટારિયા ચેકપોસ્ટ પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. તેના કારણે કારચાલક (Cardriver) નું મોત થયું હતું. હાઇવે પર લાઇટના અભાવે અકસ્માત સર્જાય છે. આ ઉપરાંત હાઇવે પર દોડતા વાહનો પણ અયોગ્ય મેઇન્ટેનન્સના અભાવે રાતના સમયે જોઈએ તેવી લાઇટિંગ કે ફોગ લાઇટ ધરાવતા હોતા નથી, તેના કારણે પણ અકસ્માત સર્જાય છે. બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી છે.

સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે અકસ્માત માટે બદનામ

સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે (Surendranagar-Limbdi Highway) આમ પણ ગોઝારો મનાય છે અને અકસ્માત માટે બદનામ છે. રાજ્યમાં પહેલા આટલા બધા અકસ્માતો થતા ન હતા ત્યારે પણ કોઈપણ અકસ્માત થાય તો અચૂક સુરેન્દ્રનગર-લીંબડીના રસ્તા પર જ થયો હોય તેમ કહેવાતું હતું. આ હાઇવે અકસ્માતોને લઈને પહેલેથી જ બદનામ હોવા છતાં રસ્તા પર જતાં વાહનચાલકો સુધરતા નથી અને ઘરની ધોરાજી હાંકતા હોય તેમ વાહન ચલાવે છે.

અકસ્માત બન્યા રોજિંદી ઘટના

આજે અકસ્માત જાણે હવે રોજનો બનાવ બની ગયો છે. કાલે જાણે શું થશે તેની કોઈને ખબર જ નથી. ઘરેથી ગયેલો માણસ જીવતો પરત આવશે કે નહીં આવે તેની પણ કોઈને ખબર નથી. એમ્બ્યુલન્સ (Ambulance) કે 108ની સગવડ હોય એટલે કંઈ કોઈને રસ્તા પર બેફામ વાહન ચલાવવાનો અધિકાર મળી જતો નથી. પોતાને ગંતવ્ય સ્થાને પહોંચવુ હોય એટલે કંઈ બીજાને અંતિમ સ્થાને ના પહોંચાડી દેવાયને.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગર  લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત

આ પણ વાંચો: LCB કચેરીના શૌચાલયમાં ચોરીના આરોપીની આત્મહત્યા

આ પણ વાંચો: પાટડી નજીક હિટ-એન્ડ-રનની ઘટના, અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 3 યુવાનો મોતને ભેટ્યા