sports news/ IPL હરાજીનો નવો રેકોર્ડ, પ્રશાંત વીર અને કાર્તિક શર્માએ તોડ્યા બધા આંકડા

Sports News: IPL 2026ની હરાજી ક્રિકેટ ઇતિહાસમાં હંમેશા માટે યાદગાર બની રહેશે. આ હરાજીમાં અનેક જાણીતા અને અનુભવી ખેલાડીઓ પર બોલી લાગી, પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહ્યા અનકેપ્ડ ખેલાડીઓ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા. બંને ખેલાડીઓને તેમની બેઝ પ્રાઇસ કરતાં અનેકગણી વધુ કિંમત મળી અને IPL હરાજીના ઇતિહાસમાં નવા કીર્તિમાન રચાયા. આ હરાજીએ સાબિત કરી […]

Trending Sports
IPL 2026 કાર્તિક શર્મા પણ 14 કરોડ ક્લબમાં સામેલ

Sports News: IPL 2026ની હરાજી ક્રિકેટ ઇતિહાસમાં હંમેશા માટે યાદગાર બની રહેશે. આ હરાજીમાં અનેક જાણીતા અને અનુભવી ખેલાડીઓ પર બોલી લાગી, પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહ્યા અનકેપ્ડ ખેલાડીઓ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા. બંને ખેલાડીઓને તેમની બેઝ પ્રાઇસ કરતાં અનેકગણી વધુ કિંમત મળી અને IPL હરાજીના ઇતિહાસમાં નવા કીર્તિમાન રચાયા.

આ હરાજીએ સાબિત કરી દીધું કે IPL ફક્ત અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું મંચ નથી, પરંતુ ભારતના યુવા ડોમેસ્ટિક ક્રિકેટરો માટે પણ સુવર્ણ અવસર છે.

અનકેપ્ડ ખેલાડી શું હોય છે?

IPLમાં અનકેપ્ડ ખેલાડી એવા ક્રિકેટરોને કહેવાય છે જેમણે હજુ સુધી ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે ટેસ્ટ, વનડે અથવા T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. સામાન્ય રીતે અનકેપ્ડ ખેલાડીઓને ઓછી બેઝ પ્રાઇસ મળે છે, પરંતુ તેમની પ્રતિભા અને તાજેતરના પ્રદર્શનને આધારે હરાજીમાં ભારે બોલી લાગી શકે છે.

IPL 2026:શાહરુખ ખાનથી શરૂ થયેલી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓની યાદી

શાહરુખ ખાનથી શરૂ થયેલી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓની યાદી

IPLના ઇતિહાસમાં શાહરુખ ખાન એવા અનકેપ્ડ ખેલાડીઓમાં સામેલ છે જેમણે હરાજીમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. IPL 2022ની હરાજીમાં પંજાબ કિંગ્સે શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે તેની બેઝ પ્રાઇસ માત્ર 40 લાખ રૂપિયા હતી. આ સમયે આ સોદો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો.

IPL 2026 માં કૃષ્ણપ્પા ગૌતમ – 2021નો મોટો દાવ

કૃષ્ણપ્પા ગૌતમ – 2021નો મોટો દાવ

તે જ રીતે, કૃષ્ણપ્પા ગૌતમ IPL 2021માં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓમાંના એક બન્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને 9.25 કરોડ રૂપિયા ચૂકવી ટીમમાં સામેલ કર્યા હતા. તે સમય માટે અનકેપ્ડ ખેલાડી માટે આ એક મોટી રકમ માનવામાં આવતી હતી.

IPL 2026 આવેશ ખાન – 10 કરોડનો પહેલો રેકોર્ડ

આવેશ ખાન – 10 કરોડનો પહેલો રેકોર્ડ

IPL 2022ની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે આવેશ ખાનને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે આવેશ IPL ઇતિહાસમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો હતો. લાંબા સમય સુધી આ રેકોર્ડ અતૂટ રહ્યો, પરંતુ IPL 2026ની હરાજીમાં આ કીર્તિમાન તૂટી ગયો.

IPL 2026: પ્રશાંત વીરનો ઐતિહાસિક સોદો

IPL 2026: પ્રશાંત વીરનો ઐતિહાસિક સોદો

IPL 2026ની હરાજીમાં સૌથી મોટો ચોંકાવનારો સોદો રહ્યો પ્રશાંત વીર. ઉત્તર પ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર 20 વર્ષના પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

આ સાથે પ્રશાંત IPL ઇતિહાસમાં આ ખેલાડી 14 કરોડથી વધુમાં વેચાયેલો અનકેપ્ડ ખેલાડી હતો. 10 કરોડથી વધુમાં વેચાયેલો બીજા નંબરનો સૌથી યુવાન ખેલાડી હતો.

IPL 2026:કાર્તિક શર્મા પણ 14 કરોડ ક્લબમાં સામેલ

IPL 2026 કાર્તિક શર્મા પણ 14 કરોડ ક્લબમાં સામેલ

પ્રશાંત વીર સાથે જ કાર્તિક શર્માનું નામ પણ IPL 2026ની હરાજીમાં સુવર્ણ અક્ષરે લખાયું. ચેન્નાઈ સુપર કિંગ્સે કાર્તિક શર્માને પણ 14.20 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો. માત્ર 19 વર્ષની ઉંમરે કાર્તિકે IPL હરાજીમાં 10 કરોડથી વધુમાં વેચાયો હતો, સૌથી યુવાન અનકેપ્ડ ખેલાડીઑ માં પણ સામેલ છે.

કેમ CSKએ યુવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો?

ચેન્નાઈ સુપર કિંગ્સ હંમેશા યુવા પ્રતિભા પર વિશ્વાસ રાખતી ટીમ રહી છે. પ્રશાંત વીર અને કાર્તિક શર્માના ડોમેસ્ટિક પ્રદર્શન, શારીરિક ફિટનેસ અને ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને CSKએ તિજોરી ખુલ્લી મૂકી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ BCCIએ અક્ષર પટેલને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર કરવાની પુષ્ટિ કરી, શાહબાઝ અહેમદને તક

આ પણ વાંચોઃ ભારતીય ટીમને વિરાટ કોહલી અને MS ધોનીથી પણ મોટો ચેઝ માસ્ટર મળ્યો

આ પણ વાંચોઃ અંડર-19 એશિયા કપમાં પાક ધરાશાયી, ભારતનો 90 રને જંગી વિજય