ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8152 રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,75,768 ઉપર પહોચ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 81 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની 3023 સંખ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 44,298 છે. જેમાં અમદાવાદ શહેરમાં નવા 2631 કેસ, સુરતમાં શહેરમાં નવા 1551 કેસ , વડોદરામાં શહેરમાં નવા 348 કેસ, રાજકોટ શહેરમાં નવા 698 કેસ, જામનગર શહેરમાં નવા 188કેસ, ભાવનગર શહેરમાં 102 નવા કેસ નોધાયા છે.
