સુરેન્દ્રનગર/ ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

ચોટીલાની શેઠ જે.એસ. સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પેપર દેવા આવ્યા હતા. પેપર શરું થયા બાદ સુપરવાઈઝર જયારે રિસિપ્ટ ચકાસવા ગયા ત્યારે પરીક્ષાર્થીની જગ્યાએ કોઈ બીજી જ વ્યક્તિ તેનું પેપર લખવા બેઠો હતો.

Gujarat Others
પરીક્ષા

પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ ઘણા નવા અખતરાઓ કરતા હોય છે જેમાં તેઓ ઘણી વાર સફળ થઇ જતા હોય છે.તો ઘણી વાર તેમને તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડતા હોય છે. વિદ્યાર્થીઓ સારા માર્ક તેમજ પાસ થવાના ચક્કરમાં અલગ અલગ પ્રકારના પેતરાઓ પણ રચતા  હોય છે. અત્યાર સુધી ડમીનો કોનસેપ્ટ આપડે ફિલ્મમાં તેમજ સિરિયલોમાં જોયા છે.જેમાં હીરો કે હિરોઈન કોઈ તેમના ફ્રેન્ડને મદદ કરવા માટે પરીક્ષા આપવા જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના ચોટીલામાં જોવા મળી છે.જેને જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

વિદ્યાર્થીએ કર્યા પોતાના ભવિષ્ય સાથે ચેડા

હાલ થોડા દિવસથી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે ધોરણ 12નું  સંસ્કૃતનું પેપર સિલેબસ બહારનું હોવાથી તેનો વિવાદ થયો હતો ત્યાર બાદ પેપર રદ કરવામાં આવ્યું હતું.જેની પરીક્ષા આજે લેવામાં આવી હતી. જેથી ચોટીલાની શેઠ જે.એસ. સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પેપર દેવા આવ્યા હતા. પેપર શરું થયા બાદ સુપરવાઈઝર જયારે રિસિપ્ટ ચકાસવા ગયા ત્યારે પરીક્ષાર્થીની જગ્યાએ કોઈ બીજી જ વ્યક્તિ તેનું પેપર લખવા બેઠો હતો.

આ વ્યક્તિ પરીક્ષાર્થીનું સંસ્કૃતનું પેપર આપવા માટે પહોંચ્યો હતો પરંતુ સુપરવાઈઝરના રિસિપ્ટ ચેક કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.ત્યારબાદ તેની  સુપરવાઈઝર દ્રારા ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં  આવી હતી.તેમજ અસલ વિદ્યાર્થી  અને જે ડમી વિદ્યાર્થી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:G20ની બીજી ECSWGની બેઠક 27-29 માર્ચ ગુજરાતમાં યોજાશે, 30 દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ

આ પણ વાંચો:માવઠાના સ્વરૂપમાં કુદરતના પ્રહાર પછી ખેડૂત બન્યો ઠગ ટોળકીનો શિકાર

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ