જામનગર/ માવઠાના સ્વરૂપમાં કુદરતના પ્રહાર પછી ખેડૂત બન્યો ઠગ ટોળકીનો શિકાર

જામનગર જિલ્લાના ગીંગણી ગામના એક ખેડૂત સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા. ખેડૂતને  બીમાર પત્ની અને પુત્રની સારવારનું બહાનું આપ્યું હતી.

Gujarat Others
ખેડૂત

જામનગર જિલ્લાના ગીંગણી ગામના એક ખેડૂત સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા. ખેડૂત ને  બીમાર પત્ની અને પુત્રની સારવારનું બહાનું આપ્યું હતી.જે બાદ એકના ડબલ બનાવી દેવાની લાલચ આપીને એક કરોડ 28 લાખ જેટલી માતબર રકમ અને સોનું પડાવી ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ સાથે જ લૂંટારૂઓએ ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને પગલે ખેડૂતે ત્રણ સાઘુ, ડ્રાઇવર સહિત પૈસા ઉઘરાવનાર લોકો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.ફરિયાદને આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના જામજેાધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશ હંસરાજભાઇ કાલરીયા નામના વૃદ્ધને ગત તા. 9 ફેબ્રુઆરી 2023ના રોજથી તેમની પત્ની અને દિકરા કલ્પેશને બિમારીઓ દુર કરવાનું બહાનું આપી તેમજ કરોડો રૂપિયા કમાવી દેવાની લાલચ આપી બોલેરો જીપમાં આવેલા ત્રણ સાઘુ, ડ્રાઇવર તેમજ રમેશભાઇ પાસેથી અલગ-અલગ જગ્યાએથી પૈસા ભેગા કરનાર લોકોએ કાવતરૂ રચી તેમની પાસેથી રૂા. 87,14,000 રોકડા તેમજ સોનાના દાગીના આશરે 83 તોલા અને દોઢ ગ્રામ રૂા. 4157500ની કિમતના છેતરપિંડી કરી લૂંટી જઇ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પોતે છેતરાયેલા હોવાનો અહેસાસ થતાં રમેશભાઇએ ત્રણ સાઘુ, ડ્રાઇવર સહિત પૈસા ઉઘરાવનાર લોકો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં રૂા. 1,28,71,500ની છેતરપિંડી અને લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે, આ કોઇ સક્રિય ટોળકી છે જે આવી રીતે લોકોને છેતરપિંડીનો ભોગ બનાવી પૈસા પડાવે છે.

આ પણ વાંચો:ખેરાલુમાં રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો:ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા

આ પણ વાંચો:કાર્યક્રમ અધુરો છોડીને ગૃહરાજ્ય મંત્રી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોચ્યા, અનેક તર્ક વિતર્ક

આ પણ વાંચો:કેશોદમાં ફિનાઈલ પીને 3 શ્રમિકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કહ્યું – અમારી જોડે ખોટી ખંડણી કરાય છે

આ પણ વાંચો:હવે આ ખાસ સુવિધા પર તૈયાર થશે શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ અને જમવાનું