મહેસાણા/ ખેરાલુમાં રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સ્થળ પર જ ભાવેશ ઠાકોરનું મોત નીપજ્યુ હતુ. જ્યારે હીરાબેન ઠાકોર અને રમેશજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Top Stories Gujarat Others
અકસ્માત

ગુજરાતમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં મહેસાણાના ખેરાલુ તાલુકાના ગોરીસણા પાસે રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જણાવીએ કે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. આ ગોઝારા અક્સમાતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે તો અન્ય બે વ્યક્તિઓનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદ ખાતે સિવીલ હોસ્પિટલમાં ઠાકોર હીરાબેન અને ઠાકોર રમેશજી નામના ઇજાગ્રસ્તનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસને તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે.

આ પણ વાંચો:સફાઈકર્મીના મૃત્યુનો મામલો, મૃતકના પરિવારની નોકરી અને મકાન આપવાની માંગ

આ પણ વાંચો:કાર્યક્રમ અધુરો છોડીને ગૃહરાજ્ય મંત્રી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોચ્યા, અનેક તર્ક વિતર્ક

આ પણ વાંચો:ભાવનગર કમોસમી વરસાદે ખેડૂતો ને રાત પાણીએ રોવડાવ્યા, ડુંગળી પર ફરી વળ્યું પાણી