WaterPrice/ જળ શ્રી કૃષ્ણઃ રાજ્યમાં છેલ્લા 16 વર્ષમાં પાણીના ભાવમાં 400 ટકા વધારો

ગુજરાતમાં છેલ્લા 16 વર્ષમાં પીવાના પાણીના ભાવમાં 400 ટકાથી પણ વધુ વધારો થયો છે. સરકારે 2007માં ઠરાવ પસાર કરી પાણીના જે દરો નક્કી કર્યા હતા.   પીવાના પાણી માટે, ઉધોગો માટે, ખેતી માટે અલગ-અલગ દર જાહેર કરાયા હતા.

Top Stories Gujarat
WaterPrice જળ શ્રી કૃષ્ણઃ રાજ્યમાં છેલ્લા 16 વર્ષમાં પાણીના ભાવમાં 400 ટકા વધારો

આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે Gujarat-WaterPrice ગુજરાતમાં પાણીની સ્થિતિ શું છે તે જોવી જરૂરી છે. આજે રાજ્યમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં આજે પણ પીવાના પાણીની તકલીફ છે. લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યની પ્રજાની સાથે સરકાર માટે પણ ચિંતા જગાવે તેવી છે. દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યના તમામ ગામોને ઘરઆંગણે નળ દ્વારા પીવાના પાણીની સુવિધાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. પણ તેની સામે લોકોને મળતું પાણી પણ સાવ મફત મળતું નથી.

ગુજરાતમાં છેલ્લા 16 વર્ષમાં પીવાના Gujarat-WaterPrice પાણીના ભાવમાં 400 ટકાથી પણ વધુ વધારો થયો છે. સરકારે 2007માં ઠરાવ પસાર કરી પાણીના જે દરો નક્કી કર્યા હતા.   પીવાના પાણી માટે, ઉધોગો માટે, ખેતી માટે અલગ-અલગ દર જાહેર કરાયા હતા. 2007માં ઠરાવનો અમલ કરાયો ત્યારે પીવાના પાણી માટે દર હજાર લિટરનો દર એક રૂપિયો હતો જે આજે 5.05 રૂપિયા છે. ઉદ્યોગો માટે ત્યારે દર પ્રતિ હજાર લિટરે દર રૂ. 8 હતો જે આજે દર રૂ. 41.77 છે. પીવાના પાણીના દરોમાં 16 વર્ષમાં 400 ટકાનો જ્યારે ઉદ્યોગોને અપાતા પાણીના દરોમાં 422 ટકા વધારો થયો છે. એક અંદાજ મુજબ દર વર્ષે પાણીના ભાવમાં 10 ટકાનો વધારો થયો. ઉદ્યોગોને અપાતા પાણીમાં 422 ટકા અને ખેતીમાં અપાતા પાણીમાં 106 ટકાનો ભાવ વધારો થયો છે. ઓવર ઓલ છેલ્લાં 16 વર્ષમાં ગુજરાતમાં પાણી 400 ટકા મોઘું થયું.

તે દરમાં 16 વર્ષના સમયગાળામાં 400 ટકાનો વધારો થયો Gujarat-WaterPrice છે. પાણી એક એવો મુદ્દો છે જે પ્રજા સાથે સીધી રીતે જોડાયેલો છે. લોકો પાણી માટે વર્ષોથી હેરાન થતા આવ્યા છે. આ અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. પીવાના પાણીની વાત હોય કે પચી ખેડૂતોને ખેતીકામ માટે પીયતના પાણીની વાત હોય હંમેશા પાણીનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. બદલાતી સરકારો માટે પણ પાણીનો મુદ્દો મહત્વનો રહ્યો છે.

જળ એજ જીવન. પાણી બચાવો, પર્યાવરણ બચાવો. આ સૂત્રો કહેવા માટે સારા લાગે છે પણ એનું અનુસરણ થતું નથી. એક તરફ પાણીનો વેડફાટ થાય છે તો બીજી તરફ લોકો પાણીના ટીપે ટીપાં માટે વલખાં મારે છે. ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહેલાં ગુજરાતની આ સ્થિતિ છે. વિકસતા ગુજરાતમાં સમયની સાથે પાણી પણ મોંઘું બન્યું છે.

 

આ પણ વાંચોઃ દાદાનું બુલડોઝર/ કર્ણાટકમાં ચૂંટણીઃ હવે કર્ણાટકમાં ફરશે દાદાનું ‘બુલડોઝર’

આ પણ વાંચોઃ Covid 19/ દેશમાં કોરોના ફરી વકર્યો, 24 કલાકમાં કેસનો આંકડો 1000ને પાર, સક્રિય કેસ વધીને થયા 7,026

આ પણ વાંચોઃ Kejarival Question/ કેજરીવાલનો સવાલઃ પોસ્ટરથી આટલો ડર કેમ, ભારત લોકશાહી દેશ