ઉત્તર પ્રદેશ/ યોગી આદિત્યનાથને મળવા પહોંચ્યા સુપરસ્ટાર રજનીકાંત, પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા, સાથે ફિલ્મ જોશે

રજનીકાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા છે. સીએમ હાઉસ પહોંચેલા રજનીકાંતનું યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું, ત્યારબાદ રજનીકાંતે સીએમ યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. 

Top Stories India

સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ હાલમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મ 10 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે. આ દરમિયાન રજનીકાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા છે. સીએમ હાઉસ પહોંચેલા રજનીકાંતનું યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું, ત્યારબાદ રજનીકાંતે સીએમ યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. જણાવી દઈએ કે રજનીકાંત અને યોગી આદિત્યનાથ બંને એકસાથે ફિલ્મ જેલર જોવાના છે.

રજનીકાંત યોગી આદિત્યનાથ સાથે ફિલ્મ જોશે

સુપરસ્ટાર રજનીકાંત હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે તેઓ ઉત્તર પ્રદેશના લખનઉ પહોંચ્યા હતા જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેણે માહિતી આપી હતી કે તે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફિલ્મ ‘જેલર’ જોશે. અભિનેતા યુપીના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. તેઓ 18-20 ઓગસ્ટ સુધી યુપીમાં રહેવાના છે. આ દરમિયાન તેઓ અયોધ્યા, મથુરા અને કાશીના મંદિરોની મુલાકાત લઈ શકે છે અને પ્રાર્થના કરી શકે છે.