Ahmedabad News/ ‘ગુજરાત ભારતમાં જ છે’, ગુજરાતની બસમાં ભારતની વિજયકૂચ સામે વાંધા ઉઠાવનારને ગુજરાતીનો જવાબ

ભારતની ટીમે ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી મુંબઈમાં મરીનડ્રાઇવને લઈને વિજયકૂચ કાઢી તેને લઈને મહારાષ્ટ્રની પ્રજા તો ખુશ થઈ, પરંતુ મહારાષ્ટ્રના કેટલાક રાજકારણીઓને તેની સામે પણ વાંધો પડી ગયો છે. તેની પાછળનું કારણ એ છે કે આ બસ ગુજરાતથી આવી છે અને તેનું પાસિંગ ગાંધીનગરનું છે અને આ બસના માલિક અમદાવાદના છે.

Top Stories Gujarat India Breaking News

Ahmedabad News: ભારતની ટીમે ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી મુંબઈમાં મરીનડ્રાઇવને લઈને વિજયકૂચ કાઢી તેને લઈને મહારાષ્ટ્રની પ્રજા તો ખુશ થઈ, પરંતુ મહારાષ્ટ્રના કેટલાક રાજકારણીઓને તેની સામે પણ વાંધો પડી ગયો છે. તેની પાછળનું કારણ એ છે કે આ બસ ગુજરાતથી આવી છે અને તેનું પાસિંગ ગાંધીનગરનું છે અને આ બસના માલિક અમદાવાદના છે. આ રાજકારણીઓને બસના માલિકે જવાબ આપતા જણાવ્યું છે કે ગુજરાત પણ ભારતમાં જ છે.

વિભાજનકારી માનસિકતા ધરાવતી કોંગ્રેસના પ્રવકતા સચિન સાવંતે જણાવ્યું હતું કે 2007માં ભારતની ટીમ ચેમ્પિયન થઈ તે વખતે ‘BEST’ (Brihanmumbai Electric Transport Service)ની બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે આ કાર્યક્રમ માટે કેમ છેક ગુજરાતથી બસ મંગાવવામાં આવી. આટલા મોટા મુંબઈમાં ખેલાડીઓ માટે એક સરખી બસ બનતી નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આ મુદ્દે કેમ મૌન છે. આ તો એક રીતે મહારાષ્ટ્રનું અપમાન જ ન કહેવાય.

નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય રોહિત પવારે સવાલ ઉઠાવ્યો હતો કે આ માટે ‘BEST’ની બસોનો ઉપયોગ થવો જોઈતો હતો. અમે બધા તેની સામે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. હવે આ બસના માલિક હાર્દિક શાહ અમદાવાદના વતની છે. તેઓ મૂવિંગ કાર્ટ એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર છે. તેમણે 2010માં કંપની સ્થાપી હતી અને ડબલડેકર બસ લાવ્યા હતા.

તેમણે ગુજરાતની બસમાં બેસીને ભારતીય ક્રિકેટ ટીમે ઉજવણી કરી તેની સામે મહારાષ્ટ્રના રાજકારણીઓ પાડેલા વાંધા અંગે જણાવ્યું હતું કે હું પણ એટલું કહેવા માંગું છું કે ગુજરાત પણ ભારતનું અંગ છે. તેથી ભારતના વિજયથી જેટલો આનંદ મહારાષ્ટ્રને થાય એટલો જ આનંદ ગુજરાતને પણ થાય છે. બસ ભલે ગુજરાતની હતી, અમે બધા ડોક્યુમેન્ટ પૂરા કરીને બસ આપી હતી.

તેમણે આ વાતને ઉદાહરણ આપીને સમજાવતા જણાવ્યું હતું કે આઇઆઇએમ અમદાવાદમાં છે એટલે એવો અર્થ ન કરી શકાય કે બીજા રાજ્યના લોકો ત્યાં ભણવા ન આવી શકે. મહારાષ્ટ્ર પાસે પહેલા આવી બસ હતી, પણ તેમણે બધી બસ સ્ક્રેપ કરી નાખી. આખા ભારતમાં આ પ્રકારની બસ હવે ફક્ત અમારી પાસે જ છે. તેથી સ્વાભાવિક છે કે કોઈપણ રાજ્ય સરકાર એક દિવસની ઇવેન્ટ માટે કંઈ બસ તો ન વસાવેને તેથી મહારાષ્ટ્ર સરકારે અમારી બસ લીધી.

આ કંઈ અમને પહેલો જ ઓર્ડર મળ્યો છે તેવું નથી. ચેન્નાઈ સુપરકિંગ્સ 2014થી અમારી બસ ઉપયોગમાં લે છે. દર વર્ષે આઇપીએલ હોય ત્યારે અઢીથી ત્રણ મહિના સુધી આ બસ તેની પાસે હોય છે. ચેન્નાઈના કેપ્ટન ધોનીની આ બસ ફેવરીટ છે. આ ઉપરાંત બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ તેની ફિલ્મ હેપી ન્યૂયરના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો હતો ત્યારે આ બસથી ખુશ થઈ ગયો હતો. તેણે આ ફિલ્મનું પ્રમોશન પણ બસ દ્વારા કર્યુ હતુ. તેના પછી બોલિવૂડની ઘણી ફિલ્મોનું પ્રમોશન આ રીતે થયું છે. આ સિવાય ગુજરાતની ટીમ આઇપીએલ જીતી હતી ત્યારે તેણે જ આ બસમાં બેસીને વિજયી પરેડ કાઢી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે કરી વાત

આ પણ વાંચો: વર્લ્ડકપ વિજેતા ટીમનું ભારતમાં આગમન, કેપ્ટન રોહિત શર્માનું પરિવાર સાથે મિલન, માતાએ વરસાવ્યો પ્રેમ

આ પણ વાંચો: T-20 ફોર્મેટમાં વિરાટ કોહલીને કોણ કરશે રિપ્લેસ? સબા કરીમે આપ્યો જવાબ