Not Set/ કોલેજમાં જ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની પીવાના પાણીની બોટલમાં કર્યો પેશાબ,સીસીટીવી કેમરામાં થયો કેદ શખ્સ

હિંમતનગર હિંમતનગરમાં આવેલ આઈટીઆઈ કોલેજના વર્ગ ૪ ના કર્મચારીએ કોલેજમાં જ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની પીવાના પાણીની બોટલમાં પેશાબ કરવાની ઘટના સામે આવી છે,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે ત્યારે એના આધારે આઈટીઆઈના આચાર્ય દ્વારા ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિંમતનગર બાય પાસ રોડ પર આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માં ફરજ બજાવતા વર્ગ […]

Gujarat Others

હિંમતનગર

હિંમતનગરમાં આવેલ આઈટીઆઈ કોલેજના વર્ગ ૪ ના કર્મચારીએ કોલેજમાં જ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની પીવાના પાણીની બોટલમાં પેશાબ કરવાની ઘટના સામે આવી છે,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે ત્યારે એના આધારે આઈટીઆઈના આચાર્ય દ્વારા ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિંમતનગર બાય પાસ રોડ પર આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માં ફરજ બજાવતા વર્ગ ૪ ના કર્મચારી એ બે દિવસ અગાઉ સંસ્થા માં ફરજ બજાવતી બે મહિલા કર્મચારી ની પીવાના પાણી ની બોટલ માં પેશાબ કર્યો હતો.

ત્યાર બાદ મહિલા કર્મચારી જયારે એના ટેબલ પર  આવ્યા અને પાણી પીવા બોટલ લીધી ત્યારે મહિલા ને જાણ થતા મહિલાએ કોલેજ ના આચાર્ય ને જાણ કરી હતી જાણ કાર્ય બાદ આચાર્ય એ પ્રાથમિક તપાસ કરી હતી. તપાસ બાદ આચાર્ય એ સીસીટીવી ની તપાસ કરતા સમગ્ર મામલા ની જાણ થઇ હતી અને વર્ગ ચાર ના કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલુ કરાઈ છે.

સીસીટીવી ફૂટેજ ના આધારે અત્યારે હાલ તાપસ હાથ ધરવામાં આવી છે, ખાતાકીય તપાસ બાદ જરૂર જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહીના ભાગ રૂપે પોલીસ ફરિયાદ કરવામાં આવશે આ અગાઉ પણ વર્ગ ચારનો કર્મચારી ખેડબ્રહ્મા ખાતે આવેલ આઈટીઆઈ કોલેજ માં ફરાજ બજાવતો હતો ત્યાં પણ સાથી કર્મચારીને ધાક ધામી આપવાનો વિવાદ થયો હતો વિવાદ બાદ કર્મચારી ને હિંમતનગર ની આઇટી આઈ કોલેજ માં બદલી કરવામાં આવી હતી.