Not Set/ અરે બાપ રે… દર વર્ષે કોરોનાની બે જેટલી લહેર આવશે અને ત્રીજી લહેર ચોક્કસ આવશે : રાજકોટ એઇમ્સના ડાયરેકટરનું નિવેદન

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને હાહાકાર જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી અને લોકો થાકી ગયા છે. સામાન્ય થી લઇ અગ્રણીઓમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે

Gujarat Rajkot

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને હાહાકાર જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી અને લોકો થાકી ગયા છે. સામાન્ય થી લઇ અગ્રણીઓમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે કોરોના ક્યારે જશે ? પ્રથમ લહેર બાદ બીજી લહેર વધારે ઘાતક નીવડી છે ત્યારે શું કોરોના ની ત્રીજી લહેર આવશે ? તે અંગે પણ પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે રાજકોટ એઇમ્સ ડાયરેક્ટરનું એક કડવું પણ વાસ્તવિક નિવેદન સામે આવ્યું છે.આ નિવેદન સાંભળ્યા બાદ આગામી દિવસોમાં આવનારી અનિશ્ચિતતા સામે લડવા માટે આપણે અત્યાર થી સજ્જ રહેવું પડશે.

ગત ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું તે  ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, ત્યારે હાલ કોરોના અને મ્યુકોરમાઇકોસિસ અંગે નિવેદન આપતા એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર સિ.ડી.એસ.કટોચ એ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આવશે,દર વર્ષે કોરોનાની બે જેટલી લહેર આવશે. રાજકોટ અત્યારે મ્યુકોરમાઇકોસિસ વધી રહ્યા છે પરંતુ સૌથી વધુ કેસ તો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અને તેની સામે લડવા અમે તૈયાર છીએ.

હાલ એઇમ્સનું નિર્માણ કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે. અને 500 જેટલા મજૂરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. હવે જો કોરોના કાબૂમાં આવશે તો મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અંદાજિત ઓક્ટોબર નવેમ્બર 2022 સુધીમાં નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂરું કરી દેવામાં આવશે. અને ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરવામાં આવશે.હાલ પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળણી કરવામાં આવી છે.ત્યારે હવે પ્રથમ બેચ, સેકન્ડ બેચમાં જશે. માટે આગામી સમયમાં એઇમ્સ ની બીજી બેચ માટેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.