ગ્રહણ દરમિયાન સામાન્ય રીતે મંદિરો બંધ રહેતા હોય છે, પરંતુ શામળાજીનું એકમાત્ર મંદિર એવું હશે જેને ખુલ્લુ રાખવામાં આવનાર છે. ભક્તો ગ્રહણ દરમિયાન ભગવાન સમક્ષ બેસીને મંત્રજાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે. ગ્રહણ દરમિયાન ભગવાન સમક્ષ બેસીને મંત્રજાપનું વિશેષ મહત્વ છે.
ઉલ્લેખનીય છે કે ગ્રહણ દરમિયાન મંત્રજાપનું 100 ગણુ ફળ મળતું હોવાનું મનાય છે. ગ્રહણ સાંજે 4.35 વાગે બેસશે અને ગ્રહણ 6.26 વાગે પૂરુ થશે. આમ ગ્રહણનો કુલ સમયગાળો એક કલાક અને 54 મિનિટનો રહેશે. એટલે કે બે કલાક કહી શકાય. તેના લીધે યાત્રાધામ શામળાજીના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમા આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ નિમિત્તે દર્શન સમય બદલાયો છે. તેમા મંદિર સવારે છ વાગે ખૂલશે અને મંગળા આરતી પોણા સાત વાગે થશે. શણગાર આરતી સાડા આઠ વાગે કરવામાં આવશે.
સવારે સાડા દસ વાગે રાજભોગ ધરવામાં આવશે. તેના પછી રાજભોગ આરતી સવારે 11.15 વાગે થશે, તેમા તેના પછી સવારે સાડા અગિયાર વાગે મંદિર બંધ થશે. ઉત્થાપન બપોરે એક વાગે થતા મંદિર તે સમયે ખૂલશે. ગ્રહણ બાદ સાંજના દર્શન રાબેતા મુજબ રાત્રિના સાડા આઠ સુધી થશે.
