Jammu Kashmir/ અવંતીપોરામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, યુએસ બનાવટની મળી રાઈફલ

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સોમવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે અવંતીપોરા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદી કૈસર કોકા માર્યો ગયો છે,

Top Stories India
forces

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સોમવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે અવંતીપોરા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદી કૈસર કોકા માર્યો ગયો છે, જ્યારે અન્ય આતંકવાદીની ઓળખ હજુ સુધી મળી નથી.

સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી યુએસ બનાવટની રાઈફલ (M-4 કાર્બાઈન) અને એક પિસ્તોલ જપ્ત કરી છે. હથિયારો અને દારૂગોળાની સાથે અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે.

લશ્કરના સંકર આતંકવાદીની ધરપકડ
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોએ બારામુલ્લામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના એક સંકર આતંકવાદીની ધરપકડ કર્યાના દિવસો બાદ આ એન્કાઉન્ટર થયું છે. આતંકીની ઓળખ મોહમ્મદ ઈકબાલ ભટ તરીકે થઈ છે, જે તિલગામ પેઈનનો રહેવાસી છે. બારામુલ્લાના ક્રેરી વિસ્તારમાં એક ચેકપોસ્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

કુપવાડામાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ
સુરક્ષા દળોએ શુક્રવારે વહેલી સવારે કુપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષાદળોની કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો, જ્યારે એક જવાન શહીદ થયો. ઉત્તર કાશ્મીર જિલ્લાના કર્નાહ સેક્ટરમાં ગુરાન નાલા અમરોહીમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ કરવામાં આવી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. સ્થળ પરથી એક એકે રાઈફલ, ત્રણ એકે મેગેઝીન, 200 એકે કારતુસ, ત્રણ પિસ્તોલ, ચાર પિસ્તોલ મેગેઝીન અને ચાર ગ્રેનેડ મળી આવ્યા હતા.

આ પણ વાંચો:PM મોદીએ નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભનું કર્યું અનાવરણ, પ્રતિમાની ઊંચાઈ છે 6.5 મીટર