Gujarat News/ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું એકતા નગર તરફ ભવ્ય પ્રસ્થાન

સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા મા મહાનુભાવોને સરદાર પટેલની પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં જિલ્લાના અગ્રણીઓએ ઉમળકાભેર આવકાર આપ્યું

Gujarat Trending
સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા

સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા નું કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150 યુનિટી માર્ચને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર તરફ પ્રયાણ કર્યું હતું.

પદયાત્રા

આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે મહાનુભાવોએ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાનુભાવોની આગેવાનીમાં 150 પદયાત્રીઓ સાથે આગળ વધતી પદયાત્રાએ અંતિમ પડાવ તરફ કૂચ કરી હતી. ત્યારબાદ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પુષ્પવર્ષા કરી હતી. જ્યાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા ખડસે પણ પદયાત્રામાં જોડાયા હતા.

જિલ્લાના અગ્રણીઓએ સરદાર સાહેબની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ સ્વરૂપે અર્પણ કરીને મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપ્યો હતો. મહાનુભાવોએ નર્મદા માતા સામે શીશ નમાવીને પ્રજાકલ્યાણ અને રાષ્ટ્રના વિકાસની મનોકામના કરી હતી.

પદયાત્રામાં છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત દેશભરના 150 પદયાત્રીઓ, કરમસદથી જોડાયેલા યુવકો તથા સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન

આ પણ વાંચો: મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
આ પણ વાંચો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી