Jamnagar News/ જામનગર કોર્ટે ગોસાબારા RDX કેસમાં 12ને ઠેરવ્યા કસૂરવાર, જુઓ દોષિતોના નામ

Gosabara RDX Landing Case: વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટ માટે RDX ઉતારવાના પોરબંદર ગોસાબારા કેસમાં જામનગર સ્પેશિયલ કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જાણો આખા કેસની વિગતો અને દોષિતોના નામ.

Top Stories Gujarat Others
Gosabara RDX Landing Case Verdict

Gosabara RDX Landing Case Verdict: વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. 1993ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું જે કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું, તેના વિસ્ફોટકો જે દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તે કેસમાં કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આતંકવાદ વિરુદ્ધ ભારતની કાયદાકીય લડાઈમાં એક મોટી જીત સમાન છે.

Gosabara RDX Landing Case Verdict

RDX Landing Case: શું હતો આખો મામલો?

જાન્યુઆરી 1993માં મુંબઈ વિસ્ફોટોના થોડા સમય પહેલા પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના ઈશારે પોરબંદરના ગોસાબારા દરિયાકિનારે આ ઘાતક સામાન ઉતારવામાં આવ્યો હતો. જેમાં RDX, AK-47 રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્સનો સમાવેશ થતો હતો. આ જ વિસ્ફોટકોનો ઉપયોગ બાદમાં મુંબઈને લોહીલુહાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.

કેસની મહત્વની વિગતો અને આંકડા

લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે ન્યાય મળ્યો છે. કેસની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છે:

કુલ આરોપીઓ: 46

કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓ: 11

ડિસ્ચાર્જ થયેલા આરોપીઓ: 06

સુનાવણીનો સામનો કરનાર આરોપીઓ: 29

કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓ: 12

દોષિત ઠરેલા 12 આરોપીઓના નામ

કોર્ટે જે 12 આરોપીઓને આ ગુનામાં સામેલ ગણ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે.

Gosabara RDX Landing Case Verdict

દાઉદ અને મુસ્તફા ડોસા સાથે સીધું કનેક્શન

તપાસમાં ખુલાસો થયો હતો કે આ વિસ્ફોટક સામગ્રી દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાની બોટમાં મોકલવામાં આવી હતી. મધદરિયે સ્થાનિક ફિશિંગ બોટોમાં આ સામાન ટ્રાન્સફર કરી રાત્રિના અંધકારમાં ગુજરાતના કિનારે ઉતારાયો હતો. આ ચુકાદાથી સાબિત થયું છે કે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ તત્વો ગમે તેટલા વર્ષો સુધી બચે, પણ કાયદાના હાથથી છૂટી શકતા નથી.


આ પણ વાંચો: જામનગરમાં ગેંગરેપના આરોપીના ચાર મકાનો પર એસ.પી. ની હાજરીમાં ફેરવાયું બુલડોઝર

આ પણ વાંચો:જામનગરમાં વધુ એકવાર ચાલ્યુ દાદાનું બુલડોઝર

આ પણ વાંચો:સરકારી જગ્યાઓ પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે: હર્ષ સંઘવી…ગીર સોમનાથમાં સપાટો..!