Lifestyle/ શું બ્રાઉન શુગર સફેદ ખાંડનો બહેતર વિકલ્પ છે ખરી? જાણો…બંને વચ્ચેનો તફાવત…

લોકોમાં મોટાભાગે એવી ગેરસમજ વ્યાપ્ત હોય છે કે, બ્રાઉન શુગર (Brown Sugar) ખાઇને તે પોતાનું વજન ઓછું કરી લેશે કારણ કે, એમાં કેલરી ઓછી હોય છે…

Trending Food Health & Fitness Lifestyle
Brown Sugar,સફેદ ખાંડ, વજન, ડાયેટ, ખજૂર

Lifestyle: સાંપ્રત સમયમાં લાઇફ સ્ટાઇલને હૅલ્ધી બનાવવાની હોડ લાગી છે અને એક સ્વસ્થ વિકલ્પના સ્વરુપે લોકો બ્રાઉન શુગર (Brown Sugar)ને પસંદ કરતા જોવા મળે છે.

આજકાલ ખાણી-પીણી અંગે ઇન્ટરનેટ પર અનેક વીડિયો મળે છે જેમાં હૅલ્ધી ફૂડ (Healthy Food) વિશે, શું ખાવું-ન ખાવું એ વિશે ભરપૂર સામગ્રી પ્રાપ્ત થાય છે. હવેના સમયમાં લોકો ખાન-પાન અંગે એટલા બધા જાગૃત થઇ ગયા છે કે પોતાના ડાયેટમાં પરિવર્તન કરતા રહે છે. આ લેખમાં એ વિષય પર ચર્ચા કરીશું કે શું બ્રાઉન શુગર એ આપણે રેગ્યુલર યુઝમાં લઇએ છીએ એ ખાંડનો એક સારો વિકલ્પ હોઇ શકે ખરી?

સાંપ્રત સમયમાં લાઇફ સ્ટાઇલને હૅલ્ધી બનાવવાની હોડ લાગી છે અને એક સ્વસ્થ વિકલ્પના સ્વરુપે લોકો બ્રાઉન શુગરને પસંદ કરતા જોવા મળે છે. પરંતુ, એ વાત સમજવી ખરેખર જરુરી છે કે શું બ્રાઉન શુગર ડાયેટમાં સામેલ કરવી વાસ્તવમાં હૅલ્થ માટે ઉત્તમ છે કે એ ખરેખર એક ભ્રમ છે!

Brown Sugar,સફેદ ખાંડ, વજન, ડાયેટ, ખજૂર

બ્રાઉન શુગર અને ખાંડ વચ્ચે શો તફાવત છે? (Difference Between Sugar & Brown Sugar)

આયુર્વેદિક તબીબો (Ayurveda)ના મતે, સફેદ શુગર અર્થાત્ રિફાઇન્ડ શુગર….જ્યારે ખાંડને સારી રીતે રિફાઇન્ડ કરવામાં આવે ત્યારે એ સફેદ બની જાય છે. એમાંથી ગોળનો ભાગ અલગ કરી દેવામાં આવે છે. પરંતુ જ્યારે પણ તમે બ્રાઉન શુગરનો ઉપયોગ કરો ત્યારે થોડી માત્રામાં જે પણ ગોળનો ભાગ બચ્યો હોય છે એ ભૂરા રંગનો હોય છે અને એનો સ્વાદ પણ સફેદ ખાંડથી થોડો જુદો હોય છે.

પોષણની બાબતે કેટલો ફરક હોય છે?

મોટા ભાગના લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે બ્રાઉન શુગરમાં મોલાસિસ (Molasses) હોવાના કારણે એમાં આયર્ન, પોટેશિયમ, કૅલ્શિયમ જેવા કેટલાયે મિનરલ્સ (Minerals) પણ પ્રાપ્ત થાય છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, વાસ્તવમાં આ તમામ ઘટકોની માત્રા એમાં ઘણી જ ઓછી હોય છે.

આથી જો તમે બ્રાઉન શુગરનું સેવન કરો છો તો પણ તમને કંઇ વિશેષ લાભ પ્રાપ્ત થતા નથી! જો તમે તમારા ડાયેટ અંગે ઘણા સભાન હો અને જો તમને એવું લાગતુ હોય કે બ્રાઉન શુગર ખાવાથી તમે કોઇ કેલરી ડેફિસિટ ડાયેટ (Calorie Deficit Diet) કરી રહ્યાં છે તો આ કેવળ એક ભ્રમ છે કારણ કે, બંને પ્રકારની ખાંડમાંથી લગભગ સમાન માત્રામાં કેલરી પ્રાપ્ત થાય છે!

Brown Sugar,સફેદ ખાંડ, વજન, ડાયેટ, ખજૂર

શું બ્રાઉન શુગર વજન ઘટાડવામાં સહાયક છે ખરી?

વેઇટ લોસ જર્ની (Weight Loss Journey)માં જોડાવા માગતા લોકોમાં મોટાભાગે એવી ગેરસમજ વ્યાપ્ત હોય છે કે, બ્રાઉન શુગર ખાઇને તે પોતાનું વજન ઓછું કરી લેશે કારણ કે, એમાં કેલરી ઓછી હોય છે પરંતુ સત્ય તો એ છે કે ખાંડ કોઇ પણ રુપે તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. આથી જો વજન ઓછું કરવા જ માગતા હો તો બ્રાઉન અથવા સફેદ….કોઇ પણ પ્રકારની ખાંડનો પ્રયોગ કરવો નહિં!

બ્લડ પ્રેશર પર શી અસર થાય છે?

જો બીપી (Blood Pressure)ની વાત કરીએ તો આ બંને પ્રકારની ખાંડ તમારા બ્લડ શુગરના સ્તરમાં વધારો કરવાનું કાર્ય કરે છે. આથી જ ડાયાબિટીસના દર્દીઓ (Diabetic Patients)ની એવી ફરિયાદ હોય છે કે એમને આ બંને પ્રકારની ખાંડનું સેવન કરવાની મનાઇ કરવામાં આવે છે! આનું કારણ એ છે કે, આ શુગર તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

Brown Sugar,સફેદ ખાંડ, વજન, ડાયેટ, ખજૂર

તો પછી ખાંડનો બહેતર વિકલ્પ કયો?

નિષ્ણાતોના મતે, ખાંડનો પ્રયોગ સ્વાસ્થ્ય માટે કોઇ પણ રુપે સારો નથી હોતો….આથી જો તમે એક બહેતર વિકલ્પની શોધમાં છો તો તમારો આહારમાં ખાંડની માત્રા ઓછી કરવી જોઇએ અથવા તો જેટલા પણ શક્ય હોય એટલા પ્રાકૃતિક સ્ત્રોતનો પ્રયોગ કરવો જેમ કે, ખજૂર (Dates) અથવા તો એવા ફળ જેમાં કુદરતી સ્વરુપે શુગર રહેલી હોય છે. સીમિત માત્રામાં ગોળ પણ ખાંડ કરતા ગુણકારી રહે છે.


આ પણ વાંચો: લીલાછમ મગ સ્પ્રાઉટ્સના હૅલ્ધી સલાડ…પેટ ભરીને ખાઓ…’વેટ લોસ જર્ની’ માટે ખાસ 3 રેસિપી…

આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર સોયાબીન ની ચટણી…જબરદસ્ત સ્વાદ…રોટલી-રાઇસ સાથે ખાવાની મજા પડી જશે!