Lifestyle News/ જીમમાં ક્યારેય પણ પગ ન મૂક્યો…ફક્ત ડાયેટથી જ 11 મહિનામાં આ વ્યક્તિએ 45 કિલો વજન ઘટાડ્યું..!

Weight (વજન) વધે પછી જલદી ઉતરતું નથી હોતું …અમેરિકાના રે બર્ટકાએ પોતાનું વજન 303 પાઉન્ડ અર્થાત્ 137 કિલો થઇ ગયેલું જોયું ત્યારે એને ઝાટકો લાગી ગયો હતો!

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle
Weight ,વજન, ઘટાડ્યું,જીમ, ડાયેટ

Lifestyle News: એક વાર શરીર પર ચરબી જામે તો એને ઓછી કરવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે! ઘણી વાર તો વર્ષો સુધી ખરાબ લાઇફસ્ટાઇલ અપનાવવાથી પણ ધીમે-ધીમે વજન (Weight) વધવા લાગે છે જેની આપણને જાણ સુદ્ધાં થતી નથી! આ વાત છે અમેરિકામાં રહેતા 35 વર્ષના રે બર્ટકા (Ray Bertka,US) નામના શખ્સની…જેનું વજન 20 થી 30 ના વયગાળામાં જ ઝડપભેર વધવા લાગ્યું હતુ પણ કામ અને જવાબદારીઓ હોવાથી એણે વજન કંટ્રોલ પર જરાયે ધ્યાન આપ્યું ન હતુ.

Weight ,વજન, ઘટાડ્યું,જીમ, ડાયેટ

પણ હવે એણે ફક્ત 11 મહિનામાં જ પોતાનું 45 કિલોગ્રામ જેટલું વજન ઉતારવામાં સફળતા મેળવી છે. છેલ્લાં 11 માસમાં જીમમાં ગયા વિના જ એણે પોતાનું વજન ઘટાડ્યું છે અને એણે ફક્ત પોતાના ડાયેટમાં પરિવર્તન કરીને આ (Weight loss) કરી દેખાડ્યું છે!

રે બર્ટકા એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, એણે પોતાનું સંપૂર્ણ જીવન અન્ય લોકોની સંભાળમાં વિતાવ્યું છે અને પોતાના પર ધ્યાન જ ન આપ્યું! પરંતુ જ્યારે એક દિવસ એણે પોતાનું વજન 303 પાઉન્ડ અર્થાત્ 137 કિલો થઇ ગયેલું જોયું ત્યારે એને ઝાટકો લાગી ગયો હતો! અહિંથી જ એને પોતાની ખાણી-પીણી અને વ્યાયામ (Diet & Exercise)ની ટેવોમાં અનુશાસન લાવવાની પ્રેરણા મળી હતી.

Weight ,વજન, ઘટાડ્યું,જીમ, ડાયેટ

વજન (Weight) ઘટાડવા માટે કયું ડાયેટ અપનાવ્યું?

આ માટે તેણે ડાયેટમાં ધરમૂળથી ફેરફાર કર્યો. આહારમાંથી એણે ખાંડ, દારુ, ડેરી ઉત્પાદનો અને ઘણા વધારે પ્રોસેસ્ડ ફૂડ (Sugar, Alcohol, Dairy products, Highly Processed Food)ને વિદાય આપી દીધી. ડાયેટમાં એણે પોષક તત્વોથી ભરપૂર ભોજન સામેલ કર્યું જેમાં પ્રોટીન, શાકભાજી અને અન્ય જાડા અનાજ (Vegetables and Coarse Grains) જેવા ખાદ્યપદાર્થોને અપનાવ્યા.

પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટ બેલેન્સ કર્યા

એણે સમજી લીધું કે શરીરની કાર્યક્ષમતા માટે 3 મુખ્ય પોષક તત્વો હોય છે, જે પૈકીનું પ્રોટીન (Protein) મસલ્સનું સમારકામ, રિકવરી અને સંતૃપ્તિમાં મદદગાર હોય છે. કાર્બોહાઇડ્રેટ (Carbohydrates) શરીરનો પ્રથમ ઊર્જા સ્ત્રોત છે અને વ્યાયામ ઉપરાંતની દિનચર્યાને માટે એનર્જી (Energy) પ્રદાન કરે છે. ફેટ (Fat) હોર્મોન, બ્રેઇનના કાર્યો ઉપરાંત પૂર્ણ સ્વસ્થ રહેવામાં સહાયક છે. આ ત્રણેયનું આહારમાં યોગ્ય બેલેન્સ હોવું આવશ્યક છે.

Weight ,વજન, ઘટાડ્યું,જીમ, ડાયેટ

ફિઝિકલ એક્ટિવિટીને વધારી

પ્રારંભમાં જીમ (Gym) ગયા વિના જ, કોઇ વિશેષ એક્સર્સાઇઝ વિના માત્ર શારીરિક પ્રવૃત્તિઓ (Physical Activities) વધારવા પર જોર આપ્યું હતુ. એમાં એણે જણાવ્યું કે, એ ગોલ્ફ રમતો, વોકિંગ કરતો અને વધારે પગપાળા ચાલતો. આ સાધારણ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને એણે પોતાનું વજન 100 પાઉન્ડ જેટલું ઓછું કરી નાખવામાં સફળતા મેળવી છે!

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ગ્રીન ટી કે લીંબુ પાણી…વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક શું છે? જાણીએ શ્રેષ્ઠ વેઇટ લોસ ટિપ્સ…

આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!