Lifestyle/ ફિટનેસના ચાહકો માટે પરફેક્ટ છે આ 5 ફૂડ કૉમ્બિનેશન, લાંબો સમય શરીરમાં એનર્જી જાળવવા ઉપયોગી બનશે !

ફિટ અને તંદુરસ્ત રહેવા માટે ફક્ત વર્કઆઉટ જ નહિ, પરંતુ ઉચિત ડાયૅટ લેવું પણ ખૂબ જ જરુરી છે. એવામાં જો તમે આહારને યોગ્ય રીતે મિશ્રિત કરીને ખાશો, તો એ શરીરની ઊર્જાને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે.

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle

Lifestyle:કેટલાય લોકો કસરત કરતી વખતે કે વર્કઆઉટ કર્યા બાદ, થાક અને કમજોરી મહેસૂસ કરે છે. વ્યાયામ કરતા પહેલા તમે ઉચિત કૉમ્બિનેશનમાં અમુક વસ્તુઓનું સેવન કરો તો, શરીરને ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે. કાર્બોહાઇડ્રેટ શરીરને ત્વરિત ઍનર્જી પ્રદાન કરે છે તો પ્રોટીન થાકેલાં સ્નાયુઓને રિકવર થવામાં મદદ કરે છે. આ બંને ઘટકોને, એકસાથે યોગ્ય રીતે ગ્રહણ કરવામાં આવે તો એ બ્લડ શુગરને પણ નિયંત્રિત કરે છે, બૉડી સ્ટેમિના વધારે છે અને આપણને વ્યાયામ કરતી વખતે જલદી થાક પણ નથી લાગતો. અહિંયા અમે તમને કેટલાક ફૂડ કૉમ્બિનેશન સૂચવીશું કે જેને વર્કઆઉટ અગાઉ ખાવાથી શરીરને ભરપૂર ઍનર્જી મળે છે અને તમને લાંબા સમય સુધી વર્કઆઉટ કરવામાં મદદ મળે છે.

કેળાં અને પીનટ બટર

કેળામાં ઝડપથી પચી જાય એવા કાર્બોહાઇડ્રેટ અને પોટૅશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરના સ્નાયુઓ બનાવવામાં અને ઊર્જાને જાળવી રાખવામાં મદદ કરે છે. વર્કઆઉટ અગાઉ કેળાં અને પીનટ બટર એકસાથે ખાવાથી, શરીરને હૅલ્ધી ફૅટ અને પ્રોટીન બંને એકીસાથે પ્રાપ્ત થાય છે, જેથી તમે થાક્યાં વિના લાંબો સમય વર્કઆઉટ કરી શકો છો.

ગ્રીક યોગર્ટ અને બેરીઝ

ગ્રીક યોગર્ટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે મસલ્સ બનાવવામાં મદદ કરે છે. બેરીઝમાં કુદરતી ગળપણ હોય છે, જેનું પાચન ઝડપથી થવાથી ત્વરિત ઍનર્જી પ્રદાન કરે છે. આ ઉપરાંત, એમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ વર્કઆઉટ બાદ શરીરમાં આવતા સોજાને પણ ઓછા કરવામાં મદદ કરે છે. આ બેઉને એકસાથે ખાવાથી શરીરને ઍનર્જી મળે છે અને થાક પણ ઉતરી જાય છે.

ઓટ્સ અને બદામ

ઓટ્સ એ કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. લાંબા સમય સુધી વર્કઆઉટ કર્યા બાદ પણ શરીરની ઊર્જાને જાળવી રાખવામાં એ મદદ કરે છે. વળી એમાં બદામ મિક્સ કરવાથી શરીરને હૅલ્ધી ફૅટ્સ અને થોડીઘણી માત્રામાં પ્રોટીન પણ મળી જાય છે. આ જ કારણ છે કે, સવારના વર્કઆઉટ પહેલાં ઓટ્સ અને બદામના કૉમ્બિનેશનવાળો નાસ્તો ઉત્તમ ગણાય છે.

નટ્સ અને ડ્રાયફ્રુટ્સ

વર્કઆઉટની શરુઆત કરો એ પહેલાં એક મુઠ્ઠી નટ્સ અને સૂકો મેવો ખાવાથી શરીરને સારી એવી ઍનર્જી મળે છે. સૂકા મેવા (ડ્રાયફ્રુટ્સ)માં કુદરતી ગળપણ હોય છે જેનાથી શરીરને ત્વરિત ઊર્જા મળે છે, જ્યારે નટ્સમાં હૅલ્ધી ફૅટ્સ અને પ્રોટીન હોય છે જે શરીરને લાંબા સમય સુધી ઊર્જાવાન બનાવી રાખે છે.

સફરજન અને પનીર

સફરજન કુદરતી શર્કરા ધરાવે છે અને તેમાં શરીરને હાઇડ્રેટેડ રાખવાના ગુણ પણ હોય છે. જ્યારે સફરજન અને પનીરને એકીસાથે ખાવામાં આવે તો શરીરને પ્રોટીન અને હૅલ્ધી ફૅટ્સ પ્રાપ્ત થાય છે, જેનાથી શરીરની ઊર્જાનું સ્તર જળવાઇ રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.

આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે