Lifestyle News: આ કિસ્સો એક વિદેશી મહિલા (Foreigner Woman)નો છે જેનું નામ Hayleigh છે અને એણે 14 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ (Instagram Post) શૅર કરી છે. કોઇ પણ જાતના ડાયેટ પ્લાન (Diet Plan) વિના જ 18 જ મહિનામાં 45 કિલો જેટલું વજન ઓછું (Weight Loss) કરીને આ મહિલાએ લોકોને આશ્ચર્યચકિ્ત કરી દીધા છે! તો જાણીએ એની 5 એવી હૅલ્થ ટિપ્સ વિશે જે એને પોતાના વેટ લોસ જર્નીના અનુભવથી જાણવા મળી છે.
સ્થૂળતા એક વૈશ્વિક સમસ્યા
સ્થૂળતા (Obesity) સાંપ્રત સમાજમાં એક અભિશાપ બનતી જાય છે. બેઠાડુ લાઇફ સ્ટાઇલ, જંક ફૂડ (Unhealthy Lifestyle, Junk Food) વગેરેના કારણે આજે લોકોનું વજન વધી રહ્યું છે અને ચિંતાનો વિષય એ છે કે બાળકો પણ મેદસ્વી થતા જાય છે! વજન ઘટાડવા માટે લોકો તમામ ઉપાયો કરે છે ડાયેટ પ્લાન (Diet Plan) પણ કરે છે પરંતુ, એ ઘણી વાર કારગર સિદ્ધ નથી થતા! પરંતુ જો તમે તમારી જીવનશૈલીમાં નાના અમથા પરિવર્તન કરીને એમને નિરંતર જાળવી રાખશો તો એનું ઉત્તમ પરિણામ જોવા મળશે.

આ મહિલાએ 5 ટેવો અપનાવીને ડાયેટ પ્લાન (Diet Plan) વિના જ વજન ઘટાડ્યું
પોતાની વેટ લોસ જર્ની (Weight Loss Journey) અંગે માહિતી શૅર કરીને એણે કરેલા દાવા મુજબ, પોતાનું વજન ઘટાડવાની જર્ની દરમિયાન આ મહિલાએ પોતે અપનાવેલી એવી 5 ટેવો (5 Habits) વિશે જણાવ્યું હતું કે જેને એક સમયે એ હાસ્યાસ્પદ ગણતી હતી અને એટલું જ નહિં પણ એને તે ‘બેવકૂફીભરી આદતો’ (Stupid Habits) માનતી હતી. પરંતુ લાઇફસ્ટાઇલમાં થોડું પરિવર્તન આણીને એણે પોતાનું ઘણું બધું વજન ઘટાડવામાં સફળતા મેળવી છે. તો ચાલો જાણીએ કે, કોઈ ડાયેટ પ્લાન (Diet Plan) વિના જ કઇ ટેવોને લાઇફ સ્ટાઇલમાં સામેલ કરીને એણે 45 કિલો જેટલું વજન કેવળ 18 મહિના અર્થાત્ દોઢ જ વર્ષમાં ઘટાડી દીધું?
દિવસનો પ્રારંભ
Diet Plan વિના જ વજન ઘટાડવા અંગેની જર્નીમાં એણે એક લક્ષ્ય (Goal) સાથે દિવસની શરુઆત કરવાની ટેવ એની સૌથી પ્રમુખ ટેવો પૈકીની એક હોવાનું જણાવ્યું છે. એણે કહ્યું છે કે, આમાં વ્યાયામ કરવો, ધ્યાન ધરવું (Exercise, Meditation) કે પછી વર્તમાનમાં મન કેન્દ્રિત કરવું જેવી ટેવો સામેલ હોઇ શકે છે. એ દિવસના પ્રારંભે શરુઆતના અડધા કલાક સુધી ફોન (Mobile Phone) સુદ્ધાં વાપરતી ન હતી. એના સૂચન મુજબ, ઉત્તમ નિંદ્રા લેવા, એકાગ્રતા કેન્દ્રિત કરવા, તણાવ (Tension) ઓછો કરવા ઉપરાંત, સમગ્રતયા: માનસિક સ્વાસ્થ્ય (Mental Health) સુધારવા માટે આ ટેવને પ્રારંભિક બે અઠવાડિયા સુધી કરીને જોવી જોઇએ. વધુ ઉત્તમ પરિણામો અવશ્ય જોવા મળશે.

પર્યાપ્ત પાણી પીવું
શરીરને જરુર હોય એટલી માત્રામાં પાણી પીવું (Water Intake) પણ ઘણું જ ફાયદાકારક સાબિત થયું હોવાનું જણાવતા એણે કહ્યું કે, મારું લક્ષ્ય દરરોજ મારા વજન કરતા લગભગ અડધું પાણી પીવાનું હતું. આને સરળ ભાષામાં સમજીએ તો, એક 200 પાઉન્ડ વજન ધરાવતી વ્યક્તિએ આશરે 100 ઔંસ જેટલી માત્રામાં પાણી પીવાનું લક્ષ્ય રાખવું જોઇએ. પર્યાપ્ત પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે અને ઊર્જાનું સ્તર (Energy level) વધે છે. આ સાથે જ વધારાની ઊર્જા માટે સમગ્ર દિવસ દરમિયાન, એ એક વાર ઇલેક્ટ્રોલાઇટ્સ (Electrolytes) પણ લેતી હોવાનું એણે જણાવ્યું છે.

પ્રતિદિન વૉકિંગ કરવું
આ Hayleigh નામની મહિલાએ Diet Plan વિના વજન ઘટાડવાની પોતાની મહેનત અંગે સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટમાં જણાવ્યું છે કે, ઘણા લોકો માને છે કે વૉકિંગ (Walking) કરવાથી વજન નથી ઘટતું પણ એવું જરાય નથી. દરરોજ 30 થી 45 મિનિટ સુધી ચાલવાથી તમને બહેતર રિઝલ્ટ મળી શકે છે. તાજી હવા, શારીરિક પ્રવૃત્તિઓ અને માનસિક સ્વાસ્થ્ય માટે દરેક વ્યક્તિએ પ્રતિદિન ચાલવું જોઇએ. તેણે આને વધુ અસરકારક અને આનંદપ્રદ બનાવવા માટે એ વેઇટેડ વેસ્ટ (Weighted Vest) પહેરવાનું કે પછી પોતાનો મનપસંદ પોડકાસ્ટ (Podcast) સાંભળવાની સલાહ આપી છે.

પ્રોટીન સભર ફૂડ
વેટ લોસ જર્નીમાં Diet Plan ફોલો કરવામાં પણ પ્રોટીન (Protein) અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરરોજ ઓછામાં ઓછા 100 ગ્રામ પ્રોટીન આહારમાં લેવાનું લક્ષ્ય રાખ્યું હતું જે ભૂખને નિયંત્રિત કરવામાં અને માંસપેશીઓ (Muscles)નું નિર્માણ કરવામાં સહાયક સિદ્ધ થાય છે. ચરબીનું દહન કરવામાં (Fat Burning) પણ એ મદદરુપ છે. આ મહિલાના મતે, જે લોકો વજન ઘટાડવા માગતા હોય એમણે પ્રોટીન અવશ્ય લેવું.

ફાઇબરથી ભરપૂર આહાર
આ મહિલાના જણાવ્યાનુસાર, એણે કોઇ નિશ્ચિત Diet Plan અપનાવ્યો ન હતો પણ હા, ફાઇબર (Fiber) એના આહારનો એક પ્રમુખ હિસ્સો રહ્યો હતો. Hayleigh અત્યંત સરળ નિયમનું પાલન કરતા આખા દિવસમાં બે કે ત્રણ વાર શાકભાજી (Vegetables) ખાતી હતી. આ ફાઇબરથી ભરપૂર આહારથી ડાયજેશન (Digestion) બહેતર બને છે અને પેટ પણ લાંબો સમય ભરાયેલું રહે છે. કાર્બોહાઇડ્રેટને પણ સરળતાથી પચાવવામાં મદદરુપ સાબિત થાય છે જેના કારણે આપણું વજન વધતું નથી.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો
આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!
