ઉજવણી/ વડોદરા જેલમાં છલકાયું ભાઈ બહેનનું હેત | કરાઈ રક્ષાપર્વની લાગણીસભર ઉજવણી

બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી ત્યારે બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી અને તેમના ઉજવળ ભવિષ્ય માટે અને જલ્દીથી જેલમુક્તિ માટેની પ્રાર્થના કરી હતી.

Gujarat Vadodara Trending
વડોદરા રાખડી

રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને વડોદરાના સેન્ટ્રલ જેલના કેદીઓ સાથે તેમની બહેનો દ્વારા પણ રાખડી બાંધી અને ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા રાખડી …….

 સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે સૌ કોઈ ખાસ કરીને ભાઈ બહેનો વિશેષ આખું વર્ષ રાહ જોતા હોય છે ત્યારે બહેન ભાઈના ઘરે જઈ અને આ પવિત્ર તહેવારની ઉજવણી કરવાની વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ચાલતી આવી છે ત્યારે આ સમાજમાં કેટલાક એવા પણ ભાઈઓ છે જે આ વર્ષને વિશેષ રીતે લાગણીથી ઉજવવા માટે આખું વર્ષ રાહ જોતા હોય છે. પોતાના ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને સજા ભોગવી રહેલા જેલના કેદીઓની વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ વર્ષોથી સજા કાપતા કાચા અને પાકા કામના કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે પણ આ જ વ્યવસ્થા ભાગરૂપે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી ત્યારે બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી અને તેમના ઉજવળ ભવિષ્ય માટે અને જલ્દીથી જેલમુક્તિ માટેની પ્રાર્થના કરી હતી.

વડોદરા રાખડી

પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધતા બહેનોએ તેની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘કોઈ બહેનને આ દિવસ ના આવે કે તેને તેના ભાઈને રાખડી બાંધવા માટે જેલ સુધી પહોંચવું પડે. જોકે સજા ભોગવી રહેલા ભાઈના લાંબા આયુષ્ય અને તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે સાથે સારા ભવિષ્યની પણ પ્રાર્થના કરી હતી.’

વડોદરા રાખડી

જેલ દ્વારા રક્ષાબંધનનાં આયોજનને લઈને વડોદરા સેન્ટ્રલ જેલનાં અધિકારીએ પણ વિશેષ વ્યવસ્થા કરતા કહ્યું હતું કે, આજના આ તહેવારને લઈને કોરોનાની ગાઈડલાઈન મુજબ 10-10 કેદીનાં લોટ મુજબ રક્ષાબંધનનો તહેવાર તેઓ ઉજવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ખાસ જેલના કેદીઓ માટે મીઠાઈની વ્યવસ્થા પણ જેલ તરફથી કરવામાં આવી છે. ત્યારે જેલની વ્યવસ્થાનાં ભાગરૂપે 300 જેટલા કાચા અને પાકા કામના કેદીઓએ આજે વડોદરા જેલમાં પોતાની બહેન સાથે રાખડી બંધાવી અને આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો : વિવિધ સમાજની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી કરી મંગલકામના અને આપ્યા શુભાશિષ