Sport news/ રોહિત શર્મા વનડે ક્રિકેટમાંથી નિવૃત્ત થશે? લોર્ડ્સ વનડે પહેલા BCCIએ અફવાઓ પર આપ્યો સણસણતો જવાબ

રોહિત શર્મા (Rohit Sharma) ઈંગ્લેન્ડ સામેની લોર્ડ્સ વનડે બાદ નિવૃત્તિ લેશે તેવી અફવાઓ પર BCCI સચિવ દેવાજીત સૈકિયાએ મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે રોહિત વનડે ટીમનો નિયમિત ભાગ છે.

Trending Sports
Rohit Sharma's last match at Lord's

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma)ના વનડે કરિયરને લઈને સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ચાલી રહેલી તમામ અટકળો પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પૂર્ણવિરામ મૂકી દીધું છે. રવિવારે ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાનારી ત્રીજી વનડે મેચ રોહિતની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે તેવી વાતો વહેતી થઈ હતી, જેને બોર્ડે સત્તાવાર રીતે ફગાવી દીધી છે. રોહિતે અગાઉ ટેસ્ટ અને ટી૨૦ ફોર્મેટને અલવિદા કહી દીધું હોવાથી ચાહકોમાં ચિંતા હતી કે તે હવે વનડે ક્રિકેટ પણ છોડી દેશે.

બોર્ડ ઓફિશિયલે અહેવાલો નકાર્યા

BCCI સચિવ દેવાજીત સૈકિયાએ માત્ર અફવા ગણાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મીડિયામાં ચાલી રહેલી વાતોમાં કોઈ તથ્ય નથી અને લોર્ડ્સ વનડે બાદ રોહિત નિવૃત્તિ લેવાનો છે તેવી કોઈ સત્તાવાર ચર્ચા બોર્ડ સ્તરે થઈ નથી. હજુ તે વનડે ટીમમાં પોતાનું યોગદાન આપતો રહેશે.

કેમ ઊભો થયો હતો વિવાદ?

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એવા અહેવાલો સામે આવ્યા કે ચીફ સિલેક્ટર અને ટીમ મેનેજમેન્ટ ૨૦૨૭ના આગામી વનડે વર્લ્ડ કપ માટે નવા અને યુવા ખેલાડીઓ તૈયાર કરવા માંગે છે. ભવિષ્યના રોડમેપમાંથી રોહિતનું નામ કપાવાની આશંકા સગાવાતાં જ એવી અટકળો તેજ થઈ ગઈ કે રોહિત રવિવારની મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, પરંતુ હાલ પૂરતી આ તમામ વાતો ખોટી સાબિત થઈ છે.


આ પણ વાંચો: લિયોનેલ મેસી સાથે બખડનાર પ્લેયરની ગર્લફ્રેન્ડ થઈ ભયંકર ટ્રોલ, કેમેરા સામે છલકાયા આંસુ

આ પણ વાંચો: રોહિત શર્મા યુગનો અંત? લોર્ડ્સ વનડે હોઈ શકે છે ‘હિટમેન’ ની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ

આ પણ વાંચો: MS ધોનીના કાનમાં દેખાયેલા ડિવાઈસે ચાહકોમાં જગાવી ઉત્સુકતા, જાણો શું છે તેનો ઉપયોગ