ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતની મહિલા ટીમે 4 વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને પ્રથમ વખત હોકી જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતે દક્ષિણ કોરિયાને 21થી હરાવ્યું. ચેમ્પિયન બનવા માટે બંને વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ હતી. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી.બીજા ક્વાર્ટરમાં, અનુએ પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું. તેણે 22મી મિનિટે ગોલકીપરની ડાબી બાજુથી ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. જોકે, દક્ષિણ કોરિયાએ ભારતની આ લીડને વધુ સમય સુધી રહેવા દીધી ન હતી. 3 મિનિટ બાદ પાર્ક સેઓ યેને ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો
Congratulations to India on winning the Women’s Junior Asia Cup 2023#wjac23 pic.twitter.com/dIPP80qJlg
— Asian Hockey Federation (@asia_hockey) June 11, 2023
સ્કોર બરાબરી પર રહ્યા બાદ બંને ટીમો વધુ આક્રમક બની હતી. ભારત માટે 41મી મિનિટે નીલમે ગોલ કર્યો હતો જે અંતમાં વિજયી ગોલ સાબિત થયો હતો. તેણે ગોલકીપરની જમણી બાજુથી ગોલ કરીને ભારતને 2-1ની સરસાઈ અપાવી હતી. આ પછી દક્ષિણ કોરિયાએ ભારત પર ઘણી વખત હુમલો કર્યો.દક્ષિણ કોરિયાને પણ ઘણી તકો મળી હતી, પરંતુ દક્ષિણ કોરિયા પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવી શક્યું ન હતું. ભારતે પણ શાનદાર બચાવ કર્યો, જેના આધારે ટીમ ઈતિહાસ રચવામાં સફળ થઈ. અગાઉ આ ટૂર્નામેન્ટમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2012માં હતું, જ્યારે તે પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ચીને તેનું સપનું તોડી નાખ્યું હતું.
