USA News/ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ; પોસ્ટરો, બેનરો દ્વારા પ્રદર્શન

અગાઉ આ જૂથે જાન્યુઆરી 2017 માં પણ ટ્રમ્પની પહેલી શપથ ગ્રહણનો પણ વિરોધ કર્યો હતો.

Top Stories World

USA News: અમેરિકા(USA)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ (Oath) કરવાના છે. તેમના શપથ ગ્રહણ પહેલા જ દેશના ઘણા ભાગોમાં તેમના વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. શનિવારે હજારો લોકોએ અલગ અલગ સ્થળોએ ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ ‘પીપલ્સ માર્ચ’ (Peoples’ March) ના બેનર હેઠળ NGO ના એક જૂથે સાથે મળીને પ્રદર્શન કર્યું. ટ્રમ્પ ઉપરાંત, વિરોધીઓએ પોસ્ટરો અને બેનરો દ્વારા એલોન મસ્ક (Elon Musk) અને તેમના નજીકના સાથીઓ સામે પણ વિરોધ પ્રદર્શન કર્યું.

અગાઉ આ જૂથે જાન્યુઆરી 2017 માં પણ ટ્રમ્પની પહેલી શપથ ગ્રહણનો પણ વિરોધ કર્યો હતો. આ જૂથમાં ગર્ભપાત એક્શન નાઉ, ધ ફેમિનિસ્ટય ફ્રન્ટ અને વિમેન્સ માર્ચ જેવા સંગઠનોનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ સમારોહ માટે રાજધાની વોશિંગ્ટન પહોંચી ગયા છે. ટ્રમ્પે શનિવારે બપોરે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચથી એરફોર્સના C-32 લશ્કરી વિમાનમાં ઉડાન ભરી હતી. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન ટ્રમ્પ પણ હતા. આ ફ્લાઇટને સ્પેશિયલ એર મિશન 47 નામ આપવામાં આવ્યું હતું. મિશન 47 નો અર્થ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ટ્રમ્પને આ વિમાન આપ્યું હતું.

અમેરિકામાં, વિદાય લેતા રાષ્ટ્રપતિ સામાન્ય રીતે નવા રાષ્ટ્રપતિ માટે આ કરે છે, જોકે ડોનાલ્ડ ટ્રમ્પે 2021 માં બિડેન માટે આવું કર્યું ન હતું. આ કારણે, બિડેનને ખાનગી વિમાન દ્વારા વોશિંગ્ટન આવવું પડ્યું. મહત્વનું છે કે સોમવારે શપથ ગ્રહણ કર્યા બાદ ટ્રમ્પ 100 થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર (Executive order ) પર હસ્તાક્ષર કરશે. તેમની ટીમે તેમના કાર્યકાળની શરૂઆત પહેલા આ ઓર્ડર તૈયાર કર્યા હતા. તેને ઓવલ ઓફિસમાં ટ્રમ્પના ડેસ્ક પર મૂકવામાં આવશે.

ટ્રમ્પના ચૂંટણી વચનો પૂરા કરવા માટે આ આદેશો આપવામાં આવ્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, ટ્રમ્પે કહ્યું કે તેઓ તેમના પહેલા દિવસે રેકોર્ડ સંખ્યામાં ઓર્ડર પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. આ આદેશોમાં મેક્સિકો સાથેની સરહદ સીલ કરવી, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ (Immigrants)ને દેશનિકાલ કરવા અને ટ્રાન્સજેન્ડર (Transgender) લોકોને મહિલા રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થઈ શકે છે.

એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ એ રાષ્ટ્રપતિ દ્વારા એકપક્ષીય રીતે જારી કરાયેલા આદેશો છે અને તેમાં કાયદાનું બળ હોય છે. આ માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી. કોંગ્રેસ તેને ઉથલાવી શકતી નથી, પરંતુ તેને કોર્ટમાં પડકારી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર : જાણો અમેરિકા કેટલા ગુજરાતીઓને પરત મોકલશે

આ પણ વાંચો: H-1B વિઝાઃ અમેરિકાએ આજથી H-1B વિઝામાં કર્યો મોટો ફેરફાર, જાણો ભારતીય પ્રોફેશનલ્સ પર શું પડશે અસર

આ પણ વાંચો: શું તમારા બાળકો ‘લાલ ઝેર’ નથી ખાતાને ? રેડ ડાય 3 શું છે, અમેરિકાએ તેના પર પ્રતિબંધ મૂક્યો