Gandhinagar News/ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસ પર

Gandhinagar News: આરોગ્ય મંત્રી (Health Minister) ઋષિકેશ પટેલ (Hrishikesh Patel ) આવતી કાલે તા. ૨૭ ડિસેમ્બર થી તા. ૨૯ ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ (visit) સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે. આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે. વિગતે પ્રવાસ જોઇએ તો મંત્રી ઋષિકેશ પટેલ તા. ૨૭ મી ના રોજ ભાવનગર […]

Top Stories Gujarat Others

Gandhinagar News: આરોગ્ય મંત્રી (Health Minister) ઋષિકેશ પટેલ (Hrishikesh Patel ) આવતી કાલે તા. ૨૭ ડિસેમ્બર થી તા. ૨૯ ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ (visit) સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે. આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે. વિગતે પ્રવાસ જોઇએ તો મંત્રી ઋષિકેશ પટેલ તા. ૨૭ મી ના રોજ ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રમોદીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.

Ahmedabad : ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય  મંત્રી ઋષિકેશ પટેલ - Gujarati News | Ahmedabad Health Minister rishikesh  Patel paying a surprise visit to ...

અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમગ્રતયા સમીક્ષા કરશે. તેમજ તા. ૨૮ ડિસેમ્બરના રોજ જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે. આ દરમિયાન મંત્રી હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાંની પરિસ્થિતિ , મુખ્ય જરૂરિયાતો , આગામી ડેવલપમેન્ટ પ્લાનની પણ માહિતી મેળવશે. અને તા. ૨૯ ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસ-૨૦૨૪માં પણ ઉપસ્થિત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિક કાયદાઓનું પાલન કરે તે માટે લેવાયા કડક પગલાં

આ પણ વાંચો:સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી

આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની દાદાગીરી આવી સામે