Ahmedabad News : અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી 4.6 ગ્રામ ડ્રગ્સ(Drugs)સાથે એક આરોપીની ધરપકડ બાદ ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેના તાર સીધા ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યા. તપાસને આગળ વધારતાં ATSએ યુપીના આંબેડકરનગર જિલ્લામાંથી ડ્રગ્સ (Drugs)બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.
પ્રારંભિક કાર્યવાહી દરમિયાન ATSના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીએ બાતમીના આધારે સફ્તઅહેમદ ફારૂક નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં સોહિલ ઉર્ફે ભૂરા મિર્ઝા અને ફરહાન ઉર્ફે ભૂરા પઠાણના નામ ખુલ્યા, જેને પણ બાદમાં પોલીસે ઝડપ્યા હતા.

આરોપીઓ પાસેથી 300 ગ્રામ Drugs નો જથ્થો મળ્યો હતો
આગળની તપાસમાં જાણવા મળ્યું કે આ બંને આરોપીઓને ઉત્તર પ્રદેશના પંકજ અને કપિલ નામના વ્યક્તિઓ પાસેથી આશરે 300 ગ્રામ ડ્રગ્સ (Drugs)મળ્યો હતો. આ માહિતીના આધારે ATSની ટીમે એસપી કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ યુપીમાં 12 દિવસ સુધી વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આંબેડકરનગર જિલ્લાના એક અંતરિયાળ ગામમાં મરઘા ફાર્મમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી. ત્યાં દરોડા દરમિયાન પતરાના શેડમાં ચાલી રહેલી મેફેડ્રોન (MD) બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.
ફેક્ટરીમાંથી ATSએ 6 કિલો તૈયાર MD ડ્રગ્સ, 50 કિલો લિક્વિડ, 88 કિલો અન્ય સામગ્રી અને અંદાજે 200 કિલો રો-મટીરીયલ તથા કેમિકલ્સ જપ્ત કર્યા હતા. આ સાથે કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામને પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર કેસમાં ગુજરાત ATSએ અત્યાર સુધી કુલ 5 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો .: કેશોદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ અને SOGનું સંયુક્ત ઓપરેશન, જાણીતી ડેરીમાં દરોડા
આ પણ વાંચો .: સુરતના યુવાનોનો ‘કાળો કારોબાર’! ગુજરાત ATS એ સુરતના 3 યુવકોની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટ ઝડપ્યું
આ પણ વાંચો .: સુરતના વેસુમાં હની ટ્રેપ કૌભાંડ, મુંબઈ લઈ જઈ વેપારીને ડ્રગ્સ આપી ₹5.04 કરોડની મિલકત હડપ
