Surat News:સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિક કાયદાઓનું પાલન કરે તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આથી સૌ પ્રથમ રોંગ સાઈડથી આવતા વાહનોના કારણે થતાં અકસ્માતને રોકવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તો આ સાથે કાયદા ભંગ કરતાં ચાલકોના 15 દિવસ દરમિયાન 5289 લાયસન્સ રદ્ કરવા RTOમાં રિપોર્ટ મોકલવામાં આવ્યું છે.સુરતમાં રોંગ સાઈડમાં વાહન હંકારનારા હવે ચેતી જજો કારણ કે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકો વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાની સાથે સાથે તેઓના લાઇસન્સ રદ કરવા માટેની પણ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
15 દિવસની અંદર સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારનારા 5289 વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ બનાવાયો છે. આ રિપોર્ટ RTO ને સોંપવામાં આવશે, શહેરમાં કુલ 80 ટીમો બનાવી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ રહી છે, લાયસન્સ રદ કરવાનો હેતુ માત્ર અને માત્ર સુરત વાસીઓની સુરક્ષા અને સલામતી છે,વાહન ચાલકોને શીખ મળે અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા અટકાવી શકાય તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,આ વર્ષે અકસ્માતમાં મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય ઉપરાંત શહેર વાસીઓ અને તેમના પરિવારવાસીઓ સુરક્ષીત રહે તે માટે આ કામગિરી સુરત શહેર ટ્રાફીક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો
આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ