શાળા-કોલેજ/ રાજ્યભરમાં આજથી શિક્ષણકાર્ય અનલોક, વિવિધ જિલ્લામાં મંત્રી-ધારાસભ્ય રહ્યાં હાજર

ગુજરાત રાજ્યમાં 300 દિવસ પછી આજથી શાળા-કોલેજનો પ્રારંભ થયો છે. 10 મહિના બાદ આજથી શાળા-કોલેજો ફરી થી ધમધમતી થતા વિધાર્થીઓ અને શાળા સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Gujarat Others

ગુજરાત રાજ્યમાં 300 દિવસ પછી આજથી શાળા-કોલેજનો પ્રારંભ થયો છે. 10 મહિના બાદ આજથી શાળા-કોલેજો ફરી થી ધમધમતી થતા વિધાર્થીઓ અને શાળા સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કૂણા ના કહેર ને લાને ગત માર્ચ ૨૦૨૦થિ શાળા કોલેજો બંધ હતા.  પરંતુ રાક્ય સરકારના નિર્ણય બાદ આજથી ધોરણ 10 અને 12 તેમજ કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આ પ્રસંગે વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે વિવિધ જિલ્લામાં મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

જે અંતર્ગત રાજકોટની એસ.વી. વિરાણી હાઈસ્કૂલ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુ વિદ્યાર્થીઓને  આવકારવા માટે પહોચ્યા હતા. તો રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, વખારીયા હાઈસ્કૂલ કલોલ ખાતે  વિદ્યાર્થીઓને આવકારવા માટે પહોચ્યા હતા. ગોરધન ઝડફિયા, સંકલ્પ ઈન્ટરનેશનલ સ્કૂલ,નિકોલ, અમદાવાદ ખાતે હાજર રહ્યા હતા. તો રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા,અર્પણ ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે હાજર રહ્યા હતા.

MLA અરવિંદ પટેલ, મંગલદીપ વિદ્યાલય રાણીપ, અમદાવાદ ખાતે હાજર રહ્યા હતા અને વિધાર્થીઓનું ઉષ્મા ભેર સ્વાગત કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ, શેઠ અમુલખ વિદ્યાલય ગોતા, વિભાવરીબહેન દવે, સીકે વિદ્યાલય આણંદ, કૌશિક પટેલ -નેશનલ સ્કૂલ ભુયંગદેવ, અમદાવાદ. યોગેશ પટેલ -બરોડા હાઈસ્કૂલ.

ગણપત વસાવા -આમલીડાબરા શાળા ખાતે હાજર રહ્યા હતા. મંત્રીઓની હાજરીમાં વિધાર્થીઓમાં આગમન વચ્ચે સુરતની શાળામાં સંચાલકોની દાદાગીરી પણ નજરે આવી. લાંબા અંતરાલ બાદ શરુ કરવામાં આવેલી શાળાનાં પ્રથમ દિવસે પુરી ફી ભરવા દબાણ પણ કરવામાં આવ્યું હતું. શાળા શરૂ થતાં સંચાલકો ગેલ આવી ગયા હતા.

 સુરતમાં ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો શરૂ થયા. અડાજણ વિસ્તારની પ્રેસિડેન્સી સ્કૂલમાં શિક્ષણ શરૂ થયું. સરકારની એસઓપીનું પાલન કરવા શાળાઓ સજ્જતા સાથે વિદ્યાર્થીઓને પ્રથમ નીતિ નિયમોનું  જ્ઞાન આપ્યુ હતું. 1 ક્લાસમાં 25 બાળકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાલીઓની સંમતિ સાથે બાળકો શાળાએ આવ્યા હતા અને પારંપરીક રીતે શિક્ષણનાં શ્રીગણેશ કર્યા હતા.

300 દિવસ બાદ ફરી જ્યારે  શાળા-કોલેજો ખુલી ગયા છે, ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીની સંખ્યા અલ્પ રહી હતી, પરંતુ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું અને ધોરણ-10 અને 12નાં વર્ગોની શરૂઆત થઇ તો કોલેજનાં અંતિમ વર્ષનાં વર્ગોની શરૂઆત પણ થઇ હતી.  માસ્ક, સો.ડિસ્ટન્સ, સેનેટાઇઝરનું ચુસ્ત પાલન શાળા પ્રાંગણોમાં જોવામાં આવ્યું.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…