Surendranagar News/ સુરેન્દ્રનગરનાં થાનમાં 10 દિવસ અગાઉ તૈયાર કરેલો બ્રિજ બંધ કરાયો

ટેસ્ટિંગ અને ફિનિશિંગના નામે 36 કલાક બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others

Surendranagar News: સુરેન્દ્રનગર(Surendranagar)ના થાન(Than)માં 10 દિવસ અગાઉ તૈયાર કરેલો બ્રિજ બંધ કરાયો છે. તંત્રને પોતાની ભૂલ દેખાતા 36 કલાક સમારકામ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરાતા કામગીરીમાં ભ્રષ્ટાચાર (Corruption) કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકામાં 10 દિવસ અગાઉ ઓવરબ્રિજ(Overbridge)નું નિર્માણ કરવામાં આવ્યું હતું, અંદાજે 55 કરોડના માતબર ખર્ચે પુલ બાંધવામાં આવ્યો હતો. લોડ ટેસ્ટિંગ અને રોડ ફિનિશિંગ વગર જ ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા તંત્રને ભૂલ દેખાતા બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  સ્થાનિકોનું માનવું છે કે સરકારી કામમાં ભ્રષ્ટાચાર થયો છે, ટેસ્ટિંગ અને ફિનિશિંગના નામે 36 કલાક બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ અમદાવાદ શહેરના શીલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 30 ફુટના અંતરે દીવાલ જોવા મળી હતી. પુલનું નિર્માણ કર્યા બાદ આગળ જવાનો કોઈ રસ્તો જ નહતો દેખાયો, પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે. માત્રને માત્ર 10-12 ફુટના સાંકડો રસ્તો છે, ત્યાકે બ્રિજ પરથી શિલજ તરફ વાહનો કેવી રીતે જશે તે પ્રશ્ન છે. આ ઓવરબ્રિજે ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી છે. અણઘડ આયોજનને કારણે હવે રેલ્વે ઓવરબ્રિજ શરૂ થઈ શકે તેમ નથી. અધિકારીઓનું કહેવું છે કે, શીલજ તરફ જવા 45 મિટરનો રોડ માટેની પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી.

હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ તે શરૂ ક્યારે થશે તે સવાલ છે. આ વખતે એવું નથી કે કોઈ નેતા કાર્યક્રમમાં વ્યસ્ત છે પરંતુ આ વખતે મુદ્દો ખૂબ જ હાસ્યાસ્પદ અને તંત્રના અણઘડ આયોજનની ચાડી ખાતો છે. આ બ્રિજનો એક છેડો ખુલ્લો છે પરંતુ બીજા છેડે બ્રિજ પૂરો થતાં સીધી દિવાલ દેખાય છે. પરિણામે આ બ્રિજ બનાવવાનો શ્રેય કોણ લેશે એ સવાલ છે.આ અંગે સ્થાનિકોના કહેવા પ્રમાણે બ્રિજ બની ગયો હોવા છતાં અમારી માટે આ છેડેથી બીજા છેડે જવા માટે બ્રિજ કોઈ કામનો નથી. 6 વર્ષથી આ બ્રિજ બની જાય તેની રાહ જોતાં હતા કારણ કે અડધી રાતે પણ ફાટક બંધ હોય ત્યારે ઉભા રહેવું અઘરું હતું. હવે બ્રિજ બની ગયા છતાં હજુ સુધી બ્રિજનો ઉપયોગ ક્યારે કરી શકાશે એ નક્કી નથી. સામે વાળી દિવાલ તૂટે અને આગળ રસ્તો નીકળે તો બ્રિજનો ઉપયોગ શક્ય બને જેની માટે હજુ ઘણાં વર્ષ રાહ જોવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં આરટીઓ સર્કલ અને પરિમલ સર્કલ પર બનશે બે નવા ઓવરબ્રિજ

આ પણ વાંચો:રાજકોટ : ઓવરબ્રિજ નીચે બની રહેલા ગેમઝોન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં

આ પણ વાંચો:અમદાવાદના સૌથી જૂના રેલ્વે ઓવરબ્રિજને નવો બનાવવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂ.220 કરોડ ફાળવ્યા