Rajkot News : રાજકોટમાં ઓવરબ્રિજ નીચે બની રહેલા ગેમઝોન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી ગઈ છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. કાલાવડ રોડના ઓવરબ્રિજના નીચે ગેમઝોન બનાવવામાં આવી રહ્યું છે.
આ ગેમઝોનની કામગીરી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ઓવરબ્રિજ નીચે ગેમઝોન મુદ્દે શહેરની જનતાએ પોતાના અભિપ્રાય આપ્યા છે. મનપા દ્વારા જે ગેમઝોન બની રહ્યું છે તે લોકો માટે નડતર રૂપ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
લોકોએ વધમાં કહ્યું હતું કે મનપા વિચાર્યા વગર ઓવરબ્રિજ નીચે ગેમઝોન બનાવી રહી છે. કોંગ્રેસની પણ ગેમઝોનનું માળખું મનપા ઓવરબ્રિજ નીચેથી દૂર કરવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: 150 કરોડ રૂપિયાના સાયકોટ્રોપિક પદાર્થોનો મુન્દ્રા કસ્ટમ્સે કર્યો નાશ
આ પણ વાંચો: મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર રીતે દાણચોરી પકડાઈ, ₹3 કરોડની 53 ટન સોપારી જપ્ત કરાઈ
આ પણ વાંચો: મુન્દ્રા પોર્ટ પરથી સાઉથ આફ્રિકા મોકલવા માટેની 110 કરોડની પ્રતિબંધિત ટેબ્લેટ ઝડપાઈ