Dahod News : દાહોદ (Dahod)માંના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને ગંભીર જૂથ અથડામણ સર્જાઈ હતી. પહેલા બોલાચાલી થઈ હતી, જે બાદમાં મામલો ઉગ્ર બની ગયો અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝગડાની વચ્ચે સામે પક્ષે અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.
Dahodમાં ફાયરિંગની ઘટનામાં બે જણા ઘાયલ
દાહોદમાં જૂથ અથડામણ બાદ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી છે. દાહોદમાં બનેલી ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત LCB, SOG અને ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.

બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દાહોદ (Dahod)ના DYSP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, જૂની અદાવતના કારણે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. ફાયરિંગ કરનારાઓ સામે કડક પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં બે લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે.
