Vadodara News/ વડોદરા મનપાની ઘોર બેદરકારી, મકાનમાં શોર્ટ સર્કિટની ઘટના, ફાયર ટીમને પહોંચવામાં થયો વિલંબ

વડોદરા નવાયાર્ડ વિસ્તારમાં રસ્તા વચ્ચોવચ્ચ ખાડાઓને કારણે શોર્ટ સર્કિટની ઘટનામાં ફાયર (Fire) ટીમને પહોંચવામાં ભારે મુશ્કેલી.

Gujarat Vadodara Trending
Fire

Fire Incident Vadodara : વડોદરા શહેરમાં એકવાર ફરી મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ગત રાત્રે મકાનમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે ફાયર (Fire) વિભાગની ટીમને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ડ્રેનેજ કામ અધૂરું, રસ્તા વચ્ચે ખાડાઓ

નવાયાર્ડ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન માટે રસ્તો ખોદી કામ અધૂરું મૂકવામાં આવ્યું છે. રસ્તા વચ્ચોવચ્ચ ખોદાયેલા મોટા ખાડાઓના કારણે સામાન્ય વાહન વ્યવહાર તો પ્રભાવિત થયો જ છે, પરંતુ ઇમરજન્સી સેવાઓ માટે પણ મોટી મુશ્કેલી સર્જાઈ છે.

ફાયર (Fire) ટીમને પહોંચવામાં થયો વિલંબ

સરસ્વતી નગર વિસ્તારમાં મકાનમાં શોર્ટ સર્કિટની ઘટના સર્જાતા ફાયર (Fire) બ્રિગેડને બોલાવવામાં આવી હતી. જોકે, રસ્તા પર ખોદાયેલા ખાડાઓને કારણે ફાયર  ટીમને મકાન સુધી પહોંચવામાં મોડું થયું. ફાયર ફાઇટરોને ખાડાઓ કુદી-કુદીને ઘટના સ્થળે પહોંચવું પડ્યું હતું.

 મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ?

સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી તો તેની જવાબદારી કોની હોત? આ પ્રશ્ન સ્થાનિક લોકોમાં ભારે રોષ ઉભો કરી રહ્યો છે.

ગોકળગાયની ગતિએ ચાલતું વિકાસ કાર્ય

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે મનપા દ્વારા ચાલી રહેલા કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. રસ્તા ખોદીને લાંબા સમય સુધી ખુલ્લા મૂકવામાં આવતા હોવાથી અકસ્માતોની ભીતિ સતત વધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : વડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત

આ પણ વાંચો : પંચમહાલમાં ચાઈનીઝ દોરીએ લીધો આધેડનો જીવ

આ પણ વાંચો : વડોદરામાં પ્રતિબંધિત કફસીરપનો જથ્થો ઝડપાયો