Ahmedabad News/ અમદાવાદમાં ₹1500 કરોડની જંગી કરચોરીનો પર્દાફાશ, ટેકનો વાયર ડેટા સાયન્સના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ

અમદાવાદમાં DGGI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડમાં ₹1500 કરોડની કરચોરી પકડાઈ છે. કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરવામાં આવી. વાંચો સમગ્ર વિગત.

Top Stories Ahmedabad Gujarat
DGGI

Ahmedabad DGGI Raid : અમદાવાદમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન અંદાજે ₹1500 કરોડની જંગી કરચોરીનો પર્દાફાશ થયો છે. તપાસમાં અમદાવાદ સ્થિત ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ નામની કંપની શંકાના ઘેરામાં આવી છે.

 

DGGI દ્વારા મોટી કાર્યવાહી

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે કંપનીએ મોટા પાયે ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. દરોડા દરમિયાન મોટી માત્રામાં દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે, જેના આધારે આર્થિક ગેરરીતિના સ્પષ્ટ સંકેતો મળ્યા છે.

બોગસ બિલિંગ અને ખોટી ITCથી કૌભાંડ

આ કેસમાં કડક કાર્યવાહી કરતા DGGIએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે. આરોપ છે કે ડેટા સાયન્સ અને ટેકનોલોજીના નામે બોગસ બિલિંગ કરવામાં આવી અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું.

અન્ય સંડોવાયેલા લોકોની પણ તપાસ

હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ એજન્સી હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે અને કરચોરીની રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર દરોડાના કેસમાં ફાઇલ કરાઈ ચાર્જશીટ

આ પણ વાંચો: અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં સંજીતનાં ઘરે દરોડા,  રોકડ અને દાગીના કબજે

આ પણ વાંચો: મધ્યપ્રદેશની સૌથી મોટી ટેક્સ ડિમાન્ડ… 2002 કરોડની નોટિસ: 1946 કરોડનો કરચોરીનો કેસ