indore news/ મધ્યપ્રદેશની સૌથી મોટી ટેક્સ ડિમાન્ડ… 2002 કરોડની નોટિસ: 1946 કરોડનો કરચોરીનો કેસ

સેન્ટ્રલ જીએસટી અને એક્સાઇઝ કમિશનરેટે જૂન 2020માં આ કંપનીઓ પર દરોડા પાડ્યા હતા અને ટેક્સ ડિમાન્ડ ની નોટિસ ફટકારવામાં આવી

Top Stories India
મધ્યપ્રદેશની આ સૌથી મોટી ટેક્સ ડિમાન્ડ હોવાનું કહેવાય છે

Indore News : ગુટખાના બિઝનેસમેન કિશોર વાધવાની અને અન્ય લોકોને સેન્ટ્રલ GST અને એક્સાઇઝ કમિશનરેટ 2,020 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ ઈશ્યું કરી છે. મધ્યપ્રદેશની આ સૌથી મોટી ટેક્સ ડિમાન્ડ હોવાનું કહેવાય છે.

આ નોટિસ કિશોર વાધવાણી, શ્યામ ખેમાણી, અનમોલ મિશ્રા, ઈલોરા ટોબેકો, દબંગ દુનિયા પબ્લિકેશન્સ, રાજુ ગર્ગ, ધર્મેન્દ્ર પીઠાડિયા, દેવેન્દ્ર દ્વિવેદી, મેસર્સ શિમલા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ, વિનાયકા ફિલ્ટર્ડ પ્રાઈવેટ લિમિટેડ અને વિનોદ બિદાસરીને ઈસ્યુ કરવામાં આવી છે.

આ ઉપરાંત, નિશ્કા એન્ટરપ્રાઇઝ, SR ટ્રેડિંગ, રમેશ પરિહાર, TAN એન્ટરપ્રાઇઝ, મેસર્સ ઇન્ક ફ્રૂટ, મેસર્સ MN એન્ટરપ્રાઇઝ, મેસર્સ રાની પ્રેસ પ્રાઇવેટ લિમિટેડ, જોહર હસન, NG ગ્રાફિક્સ અને બ્લોક મેકર્સના વગેરેના નામ પણ નોટિસમાં સામેલ છે.

2020 માં દરોડા પાડવામાં આવ્યા હતા

સેન્ટ્રલ જીએસટી અને એક્સાઇઝ કમિશનરેટે જૂન 2020માં આ કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. જેની તપાસમાં કરચોરીના આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું. કમિશનરેટે ₹151 કરોડની જીએસટી ચોરી અને ₹76કરોડની એક્સાઇઝ ડ્યુટી ચોરીનો આરોપ લગાવતા ટેક્સ ડિમાન્ડ નોટિસ ફટકારી હતી.

હાઇકોર્ટમાં આરોપીઓએ આની વિરુદ્ધ અપીલ કરી હતી. જોકે તેમની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે તેઓ જાણી જોઈને કેસમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરજદારોને ₹2 લાખનો દંડ પણ તેણે ફટકાર્યો હતો.હાઇકોર્ટના નિર્ણય સામે વાધવાણી અને તેમના સાથીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી , જ્યાં 2 ડિસેમ્બર, 2025 ના રોજ તેમની અપીલ ફગાવી દેવામાં આવી. હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું.

6 ડિસેમ્બરે આ આદેશ બાદ, ટેક્સ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી હતી. ₹2,002 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસમાં ₹75.67 કરોડની એક્સાઇઝ ડ્યુટીનો સમાવેશ થાય છે.

એક મોટી કાર્યવાહીમાં, ઇન્દોરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાધવાણી પરિવારની મિલકતો જપ્ત કરી છે. ED એ 12 ઓગસ્ટ, 2025 ના રોજ થયેલી આ કાર્યવાહીની માહિતી 13 ઓગસ્ટના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જાહેર કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર દરોડાના કેસમાં ફાઇલ કરાઈ ચાર્જશીટ

આ પણ વાંચો: અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં સંજીતનાં ઘરે દરોડા,  રોકડ અને દાગીના કબજે

આ પણ વાંચો: રૂ.72 કરોડની જીએસટી ચોરીનો મામલો આરોપીને જામીનનો કોર્ટનો ઈનકાર મિષ્ટાન્ન ફૂડના MD હિતેશ પટેલની અરજી ફગાવાઈ હિતેશ પટેલની જામીન અરજીને ફગાવવામાં