Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારો કરાતા ABVPનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા સામે વિદ્યાર્થીઓ છેલ્લા 2 દિવસથી આક્રોશ કરી રહ્યા છે, આજે 11 માર્ચના ABVP અને ગઈકાલે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક માહોલમાં ફી વધારાના મુદ્દે વિદ્યાર્થી આંદોલને જોર પકડ્યું છે. NSUIના સતત વિરોધ પ્રદર્શન બાદ હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પણ મેદાનમાં ઉતરી છે. યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમોમાં કરવામાં આવેલા તોતિંગ ફી વધારા સામે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેથી યુનિવર્સિટી વિરુદ્ધ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ બીકોમથી લઇને પીએચડી સુધીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રતિ સેમેસ્ટર 5500 રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે.  વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ વધારાને અસહ્ય ગણી રહ્યા છે, ખાસ કરીને મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે આ વધારો શિક્ષણથી વંચિત રાખનારો બની શકે છે. વિદ્યાર્થી સંગઠનોનું માનવું છે કે, યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ નિર્ણય લીધો છે, જે વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધ છે.

આજે સવારે ABVPના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસમાં એકઠા થયા હતા અને ફી વધારા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ યુનિવર્સિટીના સત્તાધીશો સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ તંગ બનતા પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો. પોલીસે આંદોલનકારી વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી અને તેમને બળજબરીપૂર્વક પોલીસ વાહનોમાં બેસાડીને સ્થળ પરથી હટાવ્યા હતા. આ ઘટના દરમિયાન, વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ માટે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

ABVPના નેતા ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને આ ફી વધારો તેમના માટે મોટો બોજ બની રહેશે. તેને યુનિવર્સિટી સત્તાધીશોને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા અપીલ કરી હતી. તેને એ પણ જણાવ્યું હતું કે, જો યુનિવર્સિટી તેમની માંગણીઓ નહીં સ્વીકારે, તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે.

@KINJAL BORISA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ