Not Set/ અમરેલી: પોતાના જ બન્યા પારકા, છેતરપીંડીના પગલે આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી

અમરેલી, અમરેલીના સાવરકુંડલામાં એક યુવકે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. તેમજ સીએમ રૂપાણીને પત્ર પણ લખ્યો છે. કમલેશ યાદવ નામના યુવકે પોતાની જમીન પચાવી પાડવાની ઘટનામાં યોગ્ય કાર્યવાહી ન કરાતા આ પત્ર સીએમ રૂપાણીને લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, કમલેશ નામના યુવકની જમીન તેના પરિવારજનોએ જ પચાવી પાડી છે. જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને પરિવારજનોએ તેની સાથે […]

Gujarat Others Videos

અમરેલી,

અમરેલીના સાવરકુંડલામાં એક યુવકે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. તેમજ સીએમ રૂપાણીને પત્ર પણ લખ્યો છે. કમલેશ યાદવ નામના યુવકે પોતાની જમીન પચાવી પાડવાની ઘટનામાં યોગ્ય કાર્યવાહી ન કરાતા આ પત્ર સીએમ રૂપાણીને લખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કમલેશ નામના યુવકની જમીન તેના પરિવારજનોએ જ પચાવી પાડી છે. જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને પરિવારજનોએ તેની સાથે છેતરપિંડી કરતાં આ યુવક ચિંતામાં ગરકાવ થયો હતો. ત્યારે હવે પોતાના હકની જમીન મળે તે માટે સીએમને પત્ર લખ્યો છે અને આત્મહત્યાની ચીમકી આપી.