Not Set/ ઇડર ગઢ ઉપર સ્ટંટ કરતા યુવાનો સામે પોલીસ ફરિયાદ, ડ્રોનથી સ્ટંટ કરતો વિડીયો બનાવી કર્યો હતો વાયરલ

સાબરકાંઠા, ઇડરીયા ગઢ પર સ્ટંટ કરવા મામલે હવે યુવાન પર પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કુલ 3 યુવાનો પર પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જે અમદાવાદના નવાવાડજ વિસ્તારના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે, આ 3 યુવાનો ઇડર ગઢ પર સ્ટંટ કરતાં હતા. મજા માણવા ગયેલા આ યુવાનોએ જોશમાંને જોશમાં ડ્રોનની મદદથી સ્ટંટ કરતો વિડીયો બનાવી વાઇરલ કર્યો […]

Top Stories Gujarat Others Videos

સાબરકાંઠા,

ઇડરીયા ગઢ પર સ્ટંટ કરવા મામલે હવે યુવાન પર પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કુલ 3 યુવાનો પર પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જે અમદાવાદના નવાવાડજ વિસ્તારના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે, આ 3 યુવાનો ઇડર ગઢ પર સ્ટંટ કરતાં હતા.

મજા માણવા ગયેલા આ યુવાનોએ જોશમાંને જોશમાં ડ્રોનની મદદથી સ્ટંટ કરતો વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. ટી એફ એ ટેકન નામના ગ્રુપ દ્વારા ડ્રોન દ્વારા આ વિડીયોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યુ્ં હતું.

જે સોશ્યલ મિડીયા વાયુ વેગે વાયરલ થતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને આ યુવાનો વિરુદ્ઘ ફરિયાદન નોંધી. આ યુવાનો નવાવાડજ વિસ્તારમાં આવેલા હરિઓમ એપાર્ટમેન્ટમાં રહે છે.