Not Set/ કોંગ્રેસનાં આ પૂર્વ ધારાસભ્ય સહિત 7 લોકોને થઇ 3 વર્ષની જેલ

ભોપાલની વિશેષ કોર્ટે 2017 માં મંદસૌર બુલેટ કેસની સુનાવણી કરતી વખતે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય શકુંતલા ખટીક સહિત સાત લોકોને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટે આ લોકો પર 5-5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. શિવપુરી જિલ્લાની કરૈરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસનાં મહિલા નેતા શકુંતલા ખટીકને ભોપાલની વિશેષ અદાલતે 3 વર્ષની સજા […]

Top Stories India

ભોપાલની વિશેષ કોર્ટે 2017 માં મંદસૌર બુલેટ કેસની સુનાવણી કરતી વખતે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય શકુંતલા ખટીક સહિત સાત લોકોને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટે આ લોકો પર 5-5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

શિવપુરી જિલ્લાની કરૈરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસનાં મહિલા નેતા શકુંતલા ખટીકને ભોપાલની વિશેષ અદાલતે 3 વર્ષની સજા સંભળાવી છે. જણાવી દઇએ કે મંદસૌર આંદોલન સમયે તત્કાલીન ધારાસભ્ય શકુંતલા ખટીકે તેમના સમર્થકોને પોલીસ સ્ટેશનમાં આગ લગાડવા કહ્યુ હતું.

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવરાજસિંહ સરકાર દરમિયાન મંદસૌર ખેડૂત આંદોલન દરમિયાન કોંગ્રેસ પાર્ટી રાજ્યભરમાં દેખાવો કરી રહી હતી. આ જ ક્રમમાં શિવપુરી જિલ્લાની કરૈરા વિધાનસભામાં તત્કાલિન ધારાસભ્ય શકુંતલા ખટીકનાં નેતૃત્વમાં એક પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ દરમિયાન તત્કાલીન ધારાસભ્ય શકુંતલા ખટીકે તેના સમર્થકોને સતત ત્રણ વાર કહ્યું હતું કે “પોલીસ સ્ટેશનને આગ ચાંપી દો.” જેને પોલીસે કેસ નોંધીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ કેસમાં શકુંતલા ખટીકને 3 વર્ષની જેલની સજા ફટકારી છે.

મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસનાં નેતા અને પૂર્વ ધારાસભ્ય શકુંતલા ખટીકે કહ્યું કે તે ખેડૂતો માટે લડતી હતી. કોઈ પણ પ્રકારની હિંસા કરવાનો તેમનો ઇરાદો નહતો, અને કોઈ પ્રકારની હિંસા પણ થઇ નહોતી. અમે આ નિર્ણય સામે અપીલ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.