આજકાલ ટીનએજ બાળકો પણ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં સતત એક્ટીવ જોવા મળી રહ્યા છે.સગીરોમાં તેમના પોસ્ટ કરેલા ફોટાઓને વધુને વધુ લાઈક્સ, કમેન્ટ મળે તે માટેની જાણે હોડ લાગી ગઈ છે.જો કે સોશિયલ મીડિયામાં વધુ લાઈક કે કમેન્ટ ના મળે તો ટીનેજર્સ ના કરવાનું પણ કરી બેસતા હોય છે.
અમદાવાદની ધોરણ 9ની વિદ્યાર્થિનીએ પોતાનો જ ડ્રેસ કાતરથી કાપી નાખ્યો, કારણ કે તેને સોશિયલ મીડિયા પર વધારે લાઈક્સ અને કમેન્ટ્સ નહોતી મળી રહી. દીકરીએ પોતાનો મોંઘો ડ્રેસ શા માટે કાપી નાખ્યો તે હજુ રહસ્ય છે.
મનોચિકિત્સક ડો. પ્રશાંત ભિમાણીના કહેવા મુજબ, સોશિયલ મીડિયાની આભાસી દુનિયા બાળકોના મગજ પર અસર કરી રહી છે અને તેમને વાસ્તવિકતાથી દૂર કરી રહી છે.
વધુને વધુ લાઈક્સ મેળવવાના પ્રેશરના કારણે ધોરણ 9ની વધુ એક વિદ્યાર્થિનીને શોપિંગની લત લાગી ગઈ અને તે દર મહિને હજારો રૂપિયા માત્ર ફોટોમાં સારા દેખાવા પાછળ ખર્ચવા લાગી. ઓનલાઈન લાઈક્સ મેળવવાના ચક્કરમાં દીકરી દ્વારા કરાતા ખર્ચાના બિલ જોઈને મા-બાપ પણ ચોંકી ગયા હતા.
ધોરણ 8ના એક સ્ટુન્ડટે કહ્યું કે, જ્યારે મારા ફોલોઅર્સ વધે છે ત્યારે મારા મિત્રોને ઈર્ષ્યા થાય છે અને મારા પ્લેટફોર્મ પર આવીને ગમેતેમ કમેન્ટ કરે છે.તેમની અસલામતી સ્પષ્ટ છે.
બે ટીનેજ દીકરીઓની માતા પ્રાચી દેસાઈ કહે છે, મારી દીકરીઓ સોશિયલ મીડિયાના પરફેક્ટ શોટ માટે 35-40 ફોટો ક્લિક કરે છે. મેં નોંધ્યું છે કે જ્યારે તેમને ઈચ્છા મુજબનો લૂક ન મળે ત્યારે તે ચીડાઈ જાય છે.
અન્ય માતા સમીક્ષા પંડિત કહે છે, મારો દીકરા ધોરણ 9માં છે પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેના બાઈક પર બેઠેલા ફોટો છે. તે બાઈક ચલાવી શકતો નથી. પરંતુ તે માને છે કે તેના ફોટો તેને કૂલ લૂક આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
