Surat News/ સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા

સુરત શહેરના પર્વત પાટિયા BRTS જંક્શન નજીક ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાયેલી બસમાં ભારે ભીડ અને ધક્કામુક્કીના કારણે અકસ્માતે (Accident)3 મુસાફરો બસમાંથી નીચે પટકાયા હતા

Gujarat Surat Breaking News
સુરત (Surat) શહેરમાં BRTS બસમાં મુસાફરી કરતા લોકો માટે ચિંતાજનક ઘટના સામે આવી છે

Surat News : સુરત (Surat) શહેરમાં BRTS બસમાં મુસાફરી કરતા લોકો માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના પર્વત પાટિયા નજીક ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાયેલી બસમાં ભારે ભીડ અને ધક્કામુક્કીના કારણે અકસ્માતે (Accident)3 મુસાફરો બસમાંથી નીચે પટકાયા હતા. ઘટનામાં એક વૃદ્ધ મુસાફરનો હાથ બસના દરવાજામાં ફસાઈ જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ચઢાવવામાં આવ્યા હતા. ભારે ભીડ (BRTS Overcrowding)વચ્ચે મુસાફરોને ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. આ દરમિયાન બસ આગળ વધતાં દરવાજા પાસે ઉભેલા મુસાફરોનું સંતુલન બગડ્યું અને ત્રણ લોકો બસમાંથી નીચે પટકાઈ ગયા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરની બેદરકારી (Driver Negligence)અને ઓવરલોડ મુસાફરોને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બનતા આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

આ ઘટનાએ ફરી એકવાર BRTS બસોમાં વધતી ભીડ, મુસાફરોની સુરક્ષા અને પરિવહન તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મુસાફરોમાં પણ આવી ઘટનાઓને લઈને ચિંતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં AMTS-BRTSના 13 બસ ડ્રાઇવર સસ્પેન્ડ: ટ્રાફિક નિયમોના ભંગ અને મુસાફરો સાથે ગેરવર્તણૂક બદલ કાર્યવાહી

આ પણ વાંચો : સુરતમાં પ્રથમ વરસાદમાં જ રોડ બેસ્યો: પાલ વિસ્તારમાં BRTS બસ જમીનમાં ખૂંપી, પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ

આ પણ વાંચો : સુરતમાં BRTS બસ અકસ્માતમાં 14 વર્ષની ખતીજા ગંભીર, 24 કલાકથી બેભાન