Not Set/ આરટીઓ સર્વર રહ્યું ઠપ, નાગરિકો થયા કાળજાળ ગરમીમાં હેરાન-પરેશાન

અમદાવાદ. આજ 23 એપ્રિલના રોજ સવારથી સમગ્ર ગુજરાતના આરટીઓ નું સર્વર ઠપ થઇ ગયું હતું. જે કારણે આરટીઓ બાબતે પોતાની સમસ્યાઓ સાથે આવેલા નાગરિકો કાળજાળ ગરમીમાં હેરાન-પરેશાન થયા હતા. આપને જણાવી દઈએ કે, ગુજરાત આરટીઓ સર્વરનું કોલેબોરેશન બીએસએનએલ સાથે છે. બીએસએનએલ ની ટેકનીકલ ખામીઓના કારણે આજ સમગ્ર ગુજરાતનાં આરટીઓ નું સર્વર ડાઉન રહ્યું હતું. હાલ […]

Gujarat

અમદાવાદ.

આજ 23 એપ્રિલના રોજ સવારથી સમગ્ર ગુજરાતના આરટીઓ નું સર્વર ઠપ થઇ ગયું હતું. જે કારણે આરટીઓ બાબતે પોતાની સમસ્યાઓ સાથે આવેલા નાગરિકો કાળજાળ ગરમીમાં હેરાન-પરેશાન થયા હતા. આપને જણાવી દઈએ કે, ગુજરાત આરટીઓ સર્વરનું કોલેબોરેશન બીએસએનએલ સાથે છે. બીએસએનએલ ની ટેકનીકલ ખામીઓના કારણે આજ સમગ્ર ગુજરાતનાં આરટીઓ નું સર્વર ડાઉન રહ્યું હતું. હાલ આરટીઓ ના બધા કામ ઓનલાઈન જ થાય છે અને એવા માળખામાં જો આવી ડીજીટલ ખામીઓ સર્જાય ત્યારે તે સમસ્યાઓનો સામનો સામાન્ય નાગરિકોને જ કરવો પડે છે. હાલના સમયમાં વાહન વ્યવહારનો વ્યાપ સતત વધી રહ્યો છે.

આરટીઓ માં ડ્રાઈવિંગ લાઈસન્લ રીન્યુ કરાવવું, વ્હીકલ ટ્રાનસ્ફર, આરસી બુક જેવી જેવી અનેક સુવિધાઓ છે જેને લઈને વાહન ચાલકોને આરટીઓ નો આધાર રાખવો પડતો હોય છે. આથી નાગરિકોને રોજની જેમ આજે પણ આરટીઓ ના બારણા ખખડાવવા પડ્યા હતા. પરંતુ બીએસએનએલ ની ટેકનીકલ ખામીઓના કારણે આરટીઓ નું સર્વર ડાઉન રહ્યું હતું પરિણામે હજારો લોકોને ઉનાળાનાં રખરખતા તડકામાં શેકાવું પડ્યું હતું. લોકોએ આ બાબતે રોષે ભરાઈ પ્રશ્નો પૂછતાં એ એ.આરટીઓ આર.કે.પરમારે જણાવ્યું હતું કે, “ટેકનીકલ ખામીઓના કારણે આજ સર્વર ડાઉન રહ્યું છે, અમે આપને વિશ્વાસ આપવીએ છીએ કે 3-4 કલાક અંદર આ બાબતનું નિવારણ કરી દેવામાં આવશે.” પરંતુ તે સમય સુધી લોકોને તડકામાં હાલાકી ભોગવવી પડી હતી.

આપને જણાવી દઈએ કે, આગામી 30 એપ્રિલ એચએસઆરપીસી(હાઈ સિકયુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) નંબર પ્લેટ લગાડવાની અવધિની છેલ્લી તારીખ છે. એવા સમયમાં જો આવી ટેકનિકલ ખામીઓ સર્જાય તો તેની અસર સીધી સામાન્ય જનતા પર જ પડે છે. એક તરફ સરકાર ડિજીટલ ઈન્ડિયાનાં દાવા કરી રહી છે ત્યારે બીજી બાજુ સર્વર ઠપ થવા જેવી બાબતને લઈને નાગરીકો પરેશાન થઈ રહ્યા છે.