Banaskantha/ ડીસામાં ચૂંટણી પહેલાં 300 યુવાનો જોડાયા ભાજપમાં…

બનાસકાંઠા માં ડીસા,પાલનપુર અને ભાભર પાલિકા ની ટર્મ પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને ટુક સમય માં ચૂંટણી જાહેર થનાર છે ત્યારે ભાજપ પોતાની સત્તા હાંસલ કરવા અત્યારથી તનતોડ મહેનત શરૂ કરી છે

Gujarat Others

@ ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં પાલિકાની ચૂંટણી પહેલા 300 યુવા કાર્યકરો ભાજપમાં પ્રવેશ કર્યો છે.ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાનીમાં કાર્યકરો ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે.બનાસકાંઠા માં ડીસા,પાલનપુર અને ભાભર પાલિકા ની ટર્મ પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને ટુક સમય માં ચૂંટણી જાહેર થનાર છે ત્યારે ભાજપ પોતાની સત્તા હાંસલ કરવા અત્યારથી તનતોડ મહેનત શરૂ કરી છે અને વોર્ડ વાઇસ વોર્ડમાં પ્રભાવ ધરાવતા મહિલા પુરુષો ને ભાજપ માં લાવવા પ્રયત્ન હાથ ધર્યા છે, તો ક્યાંક પાંચ વર્ષમાં થયેલ.

વિકાસ ના કામો જોઈને પણ નગરજનો ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે ડીસા માં ભાજપ શાસિત પાલિકા સમય થયેલ વિકાસ જોઈને આપ પાર્ટીના કાર્યકરો સહિત 300 યુવાનો ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની હાજરીમાં ભાજપ માં જોડાયા હતા. યુવાનો એ કહ્યું છે કે ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાની હેઠળ ડીસા પાલિકામાં વિકાસ ના થયેલ કામો જોઈને ભાજપ માં જોડાયા છીએ અને ફરી ભાજપ ની સત્તા આવે જે માટે અમે મહેનત કરીશું.

બનાસકાંઠા માં જેમજેમ ચૂંટણી નજીક આવશે તેમ પક્ષ પલટા શરૂ થઈ જશે પ્રથમ ચૂંટણી ટાણે ડીસા શરૂઆત થઈ છે અને આગામી ચૂંટણી નજીક આવતા હજુ પણ વધુ કાર્યકરો અને હોદેદારો બળવા સહિત પક્ષ પલટા કરતા જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…