પાટણ,
પાટણમાં આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડનું કનેક્શન ઝારખંડમાં નીકળ્યું છે ત્યારે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ કૌભાંડના સૂત્રધાર મેસર ગામના મુકેશ શ્રીમાળીને લઈ ઝારખંડ જવા માટે રવાના થઇ છે.
જુદા જુદા રાજ્યોમાંથી ચોરેલી ગાડીઓ ઝારખંડમાં લાવીને કઈ રીતે આ કૌભાંડનું સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હતું પોલીસ તેની તપાસ શરૂ કરી છે.
બીજી બાજુ મોંઘીદાટ બે ગાડીઓ ફોર્ચ્યુનર અને સ્કોર્પિઓના ઝારખંડ અને અમદાવાદના મૂળ માલિકોએ પાટણ એલસીબી ઓફિસે આવીને ચોરાઈ ગયેલી ગાડીઓ જોઈ હાશકારો અનુભવ્યો હતો.
