Not Set/ સ્વચ્છતા-સફાઈની ઉત્કૃષ્ટતાનો “સ્વચ્છ આઈકોનિક પ્લેસ એવોર્ડ” યાત્રાધામ સોમનાથને આપશે

ભારત સરકારનું જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા-સફાઈની ઉત્કૃષ્ટતાનો સ્વચ્છ આઈકોનિક પ્લેસ એવોર્ડ યાત્રાધામ સોમનાથને આપશે. આપને જણાવી દઇએ કે, સોમનાથમાં કુલ 1.74 લાખ સ્કે.મીટર વિસ્તારમાં દરરોજ સાફસફાઈ હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં આવેલું ભગવાન ભોળાનાથનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ફક્ત દેશ જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું […]

Top Stories Gujarat Others

ભારત સરકારનું જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા-સફાઈની ઉત્કૃષ્ટતાનો સ્વચ્છ આઈકોનિક પ્લેસ એવોર્ડ યાત્રાધામ સોમનાથને આપશે. આપને જણાવી દઇએ કે, સોમનાથમાં કુલ 1.74 લાખ સ્કે.મીટર વિસ્તારમાં દરરોજ સાફસફાઈ હાથ ધરવામાં આવે છે.

ગુજરાતમાં આવેલું ભગવાન ભોળાનાથનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ફક્ત દેશ જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. હવે દ્વાદશ જ્યોતિર્લિંગમાં શિરમોર એવા સોમનાથ મહાદેવનાં મંદિરની સિદ્ધિમાં એક આગવું પીંછુ ઉમેરાયું છે. કેન્દ્ર સરકારનાં જલશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ સ્વચ્છ આઈકોનિક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.

ભારત સરકારનાં જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા-સફાઈની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માપદંડો નક્કી કર્યા છે તેમાં બેસ્ટ સ્વચ્છ આઈકોનિક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે. જેથી આગામી 6 સપ્ટેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં સોમનાથને બેસ્ટ સ્વચ્છ આઈકોનિક પ્લેસનો એવોર્ડ આપવામાં આવશે.

ભારત સરકારે શ્રેષ્ઠ સ્વચ્છ આઈકોનિક પ્લેસ બહુમાન માટે 30 સ્થળની પસંદગી કરી હતી જેમાંથી સોમનાથ મંદિરને શ્રેષ્ઠ સ્વચ્છ આઈકોનિક પ્લેસનું બહુમાન પ્રાપ્ત થયું છે. વર્ષ 2018માં પણ સોમનાથ મંદિર શ્રેષ્ઠ સ્વચ્છ આઈકોનિક પ્લેસમાં રનર્સ અપ રહ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યનાં યાત્રા-પ્રવાસન ધામોને 24×7 સ્વચ્છ-સુઘડ રાખવાનું અભિયાન 1 એપ્રિલ-2017થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ અન્વયે BVG ઈન્ડિયા લિમિટેડને દ્વારકા, સોમનાથની સ્વચ્છતા સફાઈની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ 1.74 લાખ સ્કે.મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા-સફાઈની કામગીરી BVG દ્વારા હાથ ધરવામાં આવે છે.

તાજેતરમાં જ શ્રાવણ મહિનામાં સોમનાથ ખાતે દરરોજ લાખો ભક્તોનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. ભગવાન ભોળાનાથને શીશ ઝૂકાવવા આવતા ભાવિકો માટે સોમનાથ મંદિરમાં અલાયદી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનામાં લાખો ભક્તોએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી તેમ છતાં સ્વચ્છતા કે સુવિધા મામલે સોમનાથ મંદિરમાં કોઈ કસર જોવા મળી ન હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારનાં માર્ગદર્શનમાં સોમનાથનું મંદિર ગુજરાતને પર્યટનના નકશામાં અવ્વલ બનાવવા માટે જાણીતું છે. ગુજરાત સરકારની દેખરેખમાં દેશનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ યાત્રાધામમાં સ્વચ્છતા-સુઘડતા ઉપરાંત સુવિધા મામલે યાત્રાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે હેતુસર મંદિર ટ્રસ્ટ કાર્યરત છે. મુખ્યમંત્રીનાં પ્રયત્નોથી ગુજરાતની ઓળખ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર દેશનું શ્રેષ્ઠ સ્વચ્છ આઈકોનિક પ્લેસ બન્યું છે. સોમનાથ મંદિર દ્વારા સ્વચ્છતા બાબતે ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે કે સોમનાથ મંદિરને શ્રેષ્ઠ સ્વચ્છ આઈકોનિક પ્લેસ તરીકેનું બહુમાન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.