Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્, નલિયામાં 9 ડિગ્રીતાપમાન તો કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં શિયાળાની ઠંડી (Cold Wave) વધુ તીવ્ર બની છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું. IMD મુજબ આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત્ રહેશે.

Top Stories Gujarat Breaking News
Cold Wave

Gujarat Weather:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી શિયાળાની ઠંડીએ પૂરું જોર પકડ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારના સમયે અને મોડી રાત્રે ઠંડી (Cold Wave) નો અહેસાસ વધુ તીવ્ર બની રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અહેવાલ મુજબ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે.

ગુજરાતમાં શિયાળો તેની ચરમસીમાએ હતો. ત્યાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું આકાશ અને હળવો વરસાદ પડી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ મજબૂત થવાને કારણે લો-પ્રેશર ક્ષેત્રની રચના થઈ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. હવામાનમાં આ ફેરફાર હરિયાણાથી દક્ષિણપશ્ચિમ રાજસ્થાન સુધી ફેલાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે છે.

રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સિઝનના સૌથી ઠંડા દિવસોમાંનો એક ગણી શકાય. ત્યારબાદ અમરેલીમાં 9.2 ડિગ્રી સાથે ઠંડી (Cold Wave) ની તીવ્રતા યથાવત્ જોવા મળી છે.

મુખ્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વિગતો

                શહેરો

               તાપમાન

                શહેરો

              તાપમાન

અમદાવાદ 16.1 ડિગ્રી  મુંદ્રા 13.5 ડિગ્રી
ડીસા 12 ડિગ્રી કંડલા  11.7 ડિગ્રી
ગાંધીનગર 15.1 ડિગ્રી કેશોદ અને રાજકોટ 11.2 ડિગ્રી
વડોદરા 15.8 ડિગ્રી ભાવનગર 15.2 ડિગ્રી
ભુજ 11.8 ડિગ્રી પોરબંદર 14.4 ડિગ્રી
સુરેન્દ્રનગર 14 ડિગ્રી
મહુવા 13.6 ડિગ્રી

ગુજર્ટમાં શીતલહેર (Cold Wave)ની અસર

IMDના અનુમાન મુજબ, આગામી કેટલાક દિવસોમાં ઠંડી (Cold Wave) નો આ માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું લાગે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 10 ડિગ્રીની આસપાસ અથવા તેનાથી નીચું પણ રહી શકે છે. વાદળછાયું વાતાવરણ અને ઠંડા ઉત્તરીય પવનોના કારણે સવાર-સાંજે ઠંડી (Cold Wave) નો અહેસાસ વધુ થશે. હાલમાં રાજ્યમાં સૂકું વાતાવરણ જળવાઈ રહ્યું છે અને વરસાદની કોઈ શક્યતા નથી.


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીની તીવ્રતા ઘટી, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી