Ahmedabad News:સરકાર વિરુદ્ધ ચાલી રહેલા બળવાને કારણે નેપાળમાં છેલ્લા 2 દિવસથી હિંસક સ્થિતિ છે.પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ આગચંપી અને તોડફોડ કરી છે. આવા સમયે સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતથી (Gujarat) નેપાળ (Nepal) ગયેલા 300 થી વધુ લોકો નેપાળના કાઠમંડુમાં ફસાયેલા છે.ગુજરાતીઓ અત્યારે બળવાઓ વચ્ચે નેપાળમાં ફસાયેલા છે. એક ટૂર ઓપરેટરે જણાવ્યું અનુસાર નેપાળમાં 300 થી વધુ લોકો ફસાયેલા છે અને ગુજરાતીઓને સુરક્ષા સાથે હોટલમાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ અનુકૂળ થતાં તેમને ભારત પાછા લાવવામાં આવશે.એટલુજ નહીં ગઈકાલે 40 લોકોનું એક જૂથ કાઠમંડુ જવા રવાના થયું હતું અને હાલમાં અમદાવાદના 300 થી વધુ પરિવારો કાઠમંડુમાં ફસાયેલા છે.
ટૂર ઓપરેટરોના મતે, હાલમાં ગુજરાતના મોટાભાગના લોકો નેપાળમાં ફસાયેલા છે. કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ગુજરાતીઓ આ સમયે હોટલની અંદર સુરક્ષિત છે. બધા ગુજરાતીઓને સુરક્ષા સાથે હોટલમાં રાખવામાં આવ્યા છે. ફ્લાઇટ કાઠમંડુમાં ઉતરી ન શકી હોવાથી તેઓ લખનૌ અને દિલ્હી પરત ફર્યા છે. ગઈકાલે ગયેલા 40 લોકોને કાઠમંડુ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અને અરવલ્લી જિલ્લાના એક મહિલા ભાજપ નેતાનો પરિવાર નેપાળમાં ફસાયેલો છે. પરિવાર નેપાળના પોખરામાં એક હોટલમાં સુરક્ષિત છે. જોકે, નેપાળની પરિસ્થિતિ જોઈને પરિવાર ચિંતિત છે.
આ પણ વાંચો:નેપાળની ઘટના બાબતે પ્રવકતા મંત્રીનું નિવેદન, ફસાયેલ ગુજરાતીઓ માટે થઇ રહ્યા છે તમામ પ્રયાસ
આ પણ વાંચો:કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા ગુજરાતી યાત્રાળુઓ, નેપાળમાં વિરોધ પ્રદર્શનને કારણે ફ્લાઇટ રદ
આ પણ વાંચો:AMC અધિકારી વિરુદ્ધ ACBની મોટી કાર્યવાહી: રૂ.67 લાખની અપ્રમાણસર સંપત્તિનો કેસ
