Ahmedabad News/ AMC અધિકારી વિરુદ્ધ ACBની મોટી કાર્યવાહી: રૂ.67 લાખની અપ્રમાણસર સંપત્તિનો કેસ

ACBને મળેલી ફરિયાદના આધારે, કેતનકુમાર રામીએ પોતાની સરકારી ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્ર કરી હોવાની શંકા ઊભી થઈ.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર અને ટી.ડી.ઓ. (વર્ગ-2) કેતનકુમાર જશવંતલાલ રામી વિરુદ્ધ ₹67,13,156ની અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાનો આરોપ લાગ્યો છે. જણાવી દઈએ કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 (સુધારા 2018) અને બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ, 1988 (સુધારા 2018) હેઠળ આ કેસ નોંધાયો છે.

ACBને મળેલી ફરિયાદના આધારે, કેતનકુમાર રામીએ પોતાની સરકારી ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્ર કરી હોવાની શંકા ઊભી થઈ. તપાસ દરમિયાન, 1 એપ્રિલ, 2012થી 31 માર્ચ, 2019ના સમયગાળામાં રામીએ પોતાની કાયદેસર આવકની તુલનાએ 30.45% વધુ સંપત્તિ, એટલે કે ₹67 લાખથી વધુની મિલકતો, પોતાના અને આશ્રિતોના નામે એકત્ર કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું. આ મિલકતોમાં સ્થાવર અને જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે, જેમાં બેનામી સંપત્તિની શંકા પણ ઊભી થઈ છે.

તપાસના આધારે, ACBએ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનમાં FIR નંબર 16/2025 નોંધ્યો. આરોપી કેતનકુમાર રામીની ધોરણસર ધરપકડ 9 સપ્ટેમ્બર, 2015ના રોજ કરવામાં આવી. હાલ આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે.

આ કેસની શરૂઆતની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગોસ્વામીએ કરી, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક કે.બી. ચૂડાસમાએ હાથ ધર્યું. હવે આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ચૌધરી સંભાળી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં અરજી નિકાલ માટે 2.30 લાખની લાંચ માંગતા હેડ કોન્સ્ટેબલ ACBનાં ઝબ્બે