Gujarat Weather/ ગુજરાતમાં ફરી વખત કમોસમી વરસાદનો દોર,આજે અનેક જિલ્લાઓમાં માવઠાની સંભાવના

ગુજરાતમાં શિયાળાના અંતિમ તબક્કામાં હવામાનમાં મોટો પલટો. IMD અનુસાર ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) શક્યતા. તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડાનો અંદાજ.

Top Stories Gujarat Breaking News
Unseasonal Rain

Gujarat Weather:શિયાળાના અંતિમ તબક્કામાં અને ઉનાળાની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગ તથા ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી મુજબ આજે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) એટલે કે માવઠાની શક્યતા છે.ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ અસર વધુ જોવા મળશે. છેલ્લા 24-48 કલાકમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં પહેલેથી જ વરસાદી ઝાપટાં (Unseasonal Rain) નોંધાઈ ચૂક્યા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો અને ઠંડકનો અહેસાસ વધ્યો છે.

ક્યાં પડશે કમોસમી વરસાદ (Unseasonal Rain) 

હવામાન વિભાગે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર જિલ્લાઓમાં કમોસમી વરસાદની સ્પષ્ટ આગાહી કરી છે. સાથેજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દક્ષિણ ગુજરાતના તાપી, ભરૂચ, સુરત, નર્મદા અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, પોરબંદર, મોરબી, જામનગરમાં પણ કમોસમી વરસાદની (Unseasonal Rain) સંભાવના વ્યક્ત કરી છે.

જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદના (Unseasonal Rain) ઝાપટાં પડી શકે છે.તાપમાન અને અન્ય અસરોઆગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.તેજ પવન અને વાદળછાયા કારણે ઠંડીનો અહેસાસ વધુ રહેશે.


આ પણ વાંચો:રાતોરાત બદલાશે હવામાન, રાજ્યના અનેક વિસ્તારો માટે IMDની ચેતવણી

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી બદલાશે હવામાન!

આ પણ વાંચો:દાહોદ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી, સરકાર પાસે સહાયની રજૂઆત