Gujarat IMD Update/ રાતોરાત બદલાશે હવામાન, રાજ્યના અનેક વિસ્તારો માટે IMDની ચેતવણી

હવામાન વિભાગ (IMD) ની દેશના ઘણા ભાગોમાં હવામાનમાં અચાનક ફેરફાર થવાની ચેતવણી છે

Gujarat Top Stories
IMD

Gujarat Weather: તમને પણ એવું લાગતું હશે કે ફેબ્રુઆરી મહિનાની સાથે જ ઠંડી ઓછી થવા લાગી છે, તો તમે વિચારતા હશો કે, આગળના દિવસો પણ આજ તાપમાન રહેશે તો તમે ખોટુ વિચારી રહ્યાં છે. કારણ કે, હવામાન વિભાગે (IMD) દેશના ઘણા ભાગોમાં હવામાનમાં અચાનક ફેરફાર થવાની ચેતવણી આપી છે. આ દરમિયાન 14 ફેબ્રુઆરી સુધી ગુજરાત (Gujarat) ના હવામાન અંગે અલગ-અલગ આગાહીઓ સામે આવી છે.

આગામી 24 કલાકમાં ઘણા રાજ્યોમાં વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આનાથી સવારે અને રાત્રે તાપમાનમાં ઘટાડો, ઠંડા પવનો અને હિમવર્ષા વધી શકે છે.

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ રહ્યો છે અને તેની અસર ઉત્તર ભારતથી મધ્ય ભારત સુધી અનુભવાઈ શકે છે. ત્યારે ગુજરાત (Gujarat) માં 14 ફેબ્રુઆરી સુધી તાપમાન કયા સ્તરે રહેશે? તે વિશે જાણીએ.

હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ ગુજરાત (Gujarat) માં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે જ આગામી 14 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ ખાસ વધઘટ થવાની સંભાવના નથી. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા જણાતી નથી.

છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં વારંવાર થતાં ફેરફારોને કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. સવારે અને રાત્રે કડક ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે ગરમી અનુભવાઈ રહી છે. આવી મિશ્ર ઋતુ લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતા જનક બની રહી છે.

હવામાનમાં આવેલા આ બદલાવના પરિણામે રાજ્યભરમાં વાયરલ ઈન્ફેક્શન, શરદી, ઉધરસ તથા તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાત (Gujarat) ના હવામાન નિષ્ણાતોના મુજબ રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં ફેરફાર જોવા મળશે. 11 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઉતરવાની શક્યતા છે, જેના કારણે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે.

ત્યારબાદ 11 તારીખ પછી ફરી એકવાર મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ યથાવત રહેશે, એટલે લોકો દિવસ અને રાતે અલગ-અલગ હવામાનનો અનુભવ થવાનો છે, જેને ડબલ ઋતુ કહી શકાય.

IMD

આ સાથે પવનની સ્થિતિ અંગે જણાવવામાં આવ્યું છે કે આજથી પવનની ગતિમાં ઘટાડો થશે, પરંતુ 11થી 16 ફેબ્રુઆરી દરમિયાન પવન ફરી તેજ બનશે. આ સમયગાળામાં પવનની ઝડપ પ્રતિ કલાક 15 કિલોમીટરથી વધુ પહોંચી શકે છે.

IMD જણાવ્યા મુજબ હવે આગળનો સમય મિક્સ ઋતુનો રહેશે. જેના કારણે વહેલી સવાર અને રાતના સમયે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ વધશે. એટલે દિવસના મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે મોટો તફાવત જોવા મળી શકે છે.

આ સાથે તેમણે ચેતવણી આપતા કહ્યું કે આ વર્ષે ઉનાળો વધુ આકરો રહેવાની સંભાવના છે અને ઉનાળામાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વધશે ઠંડીનો પ્રભાવ, હવામાન વિભાગ (IMD) ની ચેતવણી

તેમજ હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને પહાડી રાજ્યો અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડી ફરી વધી શકે છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ પણ લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે, જેના કારણે પરિવહન પ્રભાવિત થશે અને ફ્લાઇટ અને ટ્રેન સેવાઓ ખોરવાઈ શકે છે.

IMD

હવામાન વિભાગ (IMD) અનુસાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન, ઉત્તરી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ઠંડી વધવાની ધારણા છે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે, જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ શકે છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ફરી માવઠાની આફત! જાણો ફેબ્રુઆરીમાં કયા દિવસોમાં વરસાદી માહોલ

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ: સવારે ઠંડી, બપોરે ગરમીથી લોકો પરેશાન

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી બદલાશે હવામાન!