Ahmedabad News: અમદાવાદ શહેરના દક્ષિણ ભાગને મહત્વપૂર્ણ રીતે જોડતા શાસ્ત્રી બ્રિજ (Shastri Bridge Repair)ની આજે ,9 ફેબ્રુઆરી 2025 થી મોટા પાયે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલમાં ગંભીર ખામીઓ જણાતા આગામી 11 મહિના સુધી બ્રિજનો એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમારકામ 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે.
વિશાલાથી પીરાણા જોડતો મહત્વનો માર્ગ બંધ (Shastri Bridge Repair)માં
શાસ્ત્રી બ્રિજ (Shastri Bridge Repair)વિશાલા સર્કલથી પીરાણા વિસ્તારને સીધો જોડતો હોવાથી રોજના હજારો વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. બ્રિજ બંધ થવાથી સ્થાનિક નાગરિકો ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર, ટ્રાન્સપોર્ટ સેવાઓ અને સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખાસ કરીને સવાર-સાંજના પીક કલાકોમાં ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે.
બેરિંગ અને પેડેસ્ટલમાં ખામી, સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય
AMCના ઈજનેરો દ્વારા કરવામાં આવેલા ટેક્નિકલ સર્વેમાં ખુલાસો થયો હતો કે બ્રિજ (Shastri Bridge Repair)ના બેરિંગ અને પેડેસ્ટલ સ્ટ્રક્ચર હવે નબળા બની ગયા છે. આ સ્થિતિમાં બ્રિજને ચાલુ રાખવું જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી સુરક્ષાને પ્રાથમિકતા આપીને લાંબા ગાળાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ભારે મશીનરી દ્વારા રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવાઈ છે.
11 મહિના સુધી નાગરિકોને પડશે હાલાકી
બ્રિજ લાંબા સમય માટે બંધ રહેતા અમદાવાદીઓ માટે વિકલ્પી માર્ગો પર આધાર રાખવો પડશે. ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવશે, પરંતુ તેમ છતાં વધારાનો સમય, ઈંધણ ખર્ચ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા છે. AMCએ નાગરિકોને આગોતરા આયોજન કરીને મુસાફરી કરવાની અપીલ કરી છે.
ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, પોલીસ તંત્ર સજ્જ
શાસ્ત્રી બ્રિજ બંધ થવાને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ટાઈમિંગમાં ફેરફાર, વધારાના પોલીસ કર્મચારીઓની તૈનાતી અને ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવશે. AMC અને ટ્રાફિક વિભાગ સંયુક્ત રીતે પરિસ્થિતિ પર નજર રાખશે.
વિકાસ અને સુરક્ષા માટે જરૂરી પગલું
ભલે આ નિર્ણયથી હાલ નાગરિકોને અસુવિધા થાય, પરંતુ લાંબા ગાળે શહેરની સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી માટે આ પગલું જરૂરી હોવાનું AMC અધિકારીઓનું માનવું છે. સમારકામ પૂર્ણ થયા બાદ શાસ્ત્રી બ્રિજ વધુ સુરક્ષિત, મજબૂત અને આગામી ઘણા વર્ષો સુધી ઉપયોગી રહેશે.
નાગરિકોને સહયોગની અપીલ
AMCએ તમામ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. વિકાસ કાર્ય દરમિયાન થતી તાત્કાલિક મુશ્કેલીઓને સહન કરીને શહેરના ભવિષ્ય માટે આ કામગીરીને સમર્થન આપવું જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. શાસ્ત્રી બ્રિજનું આ સમારકામ અમદાવાદના શહેરી વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
અગાઉ 2023માં શાસ્ત્રી બ્રિજનું સમારકામ (Shastri Bridge Repair) થયું હતું
6 ઓક્ટોમ્બર 2023એ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5.50 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં માટે ફંડ આપવામાં આવ્યું હતું . જેમાં બ્રિજની પેરાફીટની દીવાલ, રોડ વગેરેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ શરૂ થતાં વાહનચાલકોને રાહત
આ પણ વાંચો:રિપેરિંગને લઈ શાસ્ત્રી બ્રિજ 5 મહિના બંધ, ડાઈવર્ઝન અંગે ટૂંકમાં નિર્ણય
આ પણ વાંચો:અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ સમારકામ માટે લાંબા સમય માટે બંધ, વાહનચાલકોને અસર
