Ahmedabad News/ અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ શરૂ થતાં વાહનચાલકોને રાહત

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો વિશાલાથી નારોલ તરફનો શાસ્ત્રી બ્રિજ છેલ્લા ઘણા માસથી રીપેરીંગના કારણે એક તરફના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે રોજબરોજ પસાર થતા વાહનચાલકોને હાલકી વેઠવાની વારી આવી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો વિશાલાથી નારોલ તરફનો શાસ્ત્રી બ્રિજ છેલ્લા ઘણા માસથી રીપેરીંગના કારણે એક તરફના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે રોજબરોજ પસાર થતા વાહનચાલકોને હાલકી વેઠવાની વારી આવી છે. ત્યારે હવે રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા જ બ્રિજનો અન્ય ભાગ પણ શરૂ કરી દેવામાં આવતા વાહનચાલકોએ હાશકારો ખાધો છે.

બ્રિજ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાના કારણે આ માર્ગ પર મોટા પાયે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હતા. ત્યારે દિવાળી પહેલા જ બ્રિજનું કામ પૂર્ણ થઇ જતા વાહનચાલકોની મુશ્કેલીઓમાં ઘટાડો થયો હતો. એક તરફનું કામ પૂર્ણ કર્યા બાદ હવે બીજી તરફના બ્રિજના રીપેરીંગની કામગીરી કરવામાં આવશે. આ બાબતે વાહનચલાકોને પૂછતા તેઓએ જણાવ્યું હતુ કે પહેલા એક જ તરફ બ્રિજ ચાલુ રહેવાના કારણે ટ્રાફિકમાં 30 મીનીટ લાગતી હતી, હવે બ્રિજ ખુલી જવાના કારણે 5 મીનીટમાં બ્રિજ ક્રોસ થઇ જાય છે.

અન્ય એક વાહનચાલકો જણાવ્યુ હતું કે સરકારે બ્રિજની કામગીરીમાં ઘણુ મોડું કર્યું હતુ. જેના કારણે તમામ વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે સામેનો બ્રિજ પણ હવે જલદી રિપેર થઇ જાય તેવી વાહનચાલકોએ આશા વ્યક્ત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, બેફામ દોડતી કારે વૃદ્ધને ઉડાવ્યા

આ પણ વાંચો: અમદાવાદમાં સ્પા સેન્ટર પર સીઆઈડી ક્રાઈમનો દરોડો, મસાજની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર

આ પણ વાંચો: અમદાવાદમાં CID ક્રાઈમના દરોડા, 1.53 લાખનું ડ્રગ્સ ઝડપાયું, એકની ધરપકડ